હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેલમાંથી ઇમરાન ખાનનો પાકિસ્તાની ક્રિકેટ ટીમ પર કટાક્ષ: 'ભારત સામે જીતવું હોય તો આર્મી ચીફ અને પીસીબી હેડને ઓપનિંગમાં મોકલો અને અમ્પાયર તરીકે ન્યાયાધીશો હોય, તો જ જીત શક્ય છે !

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટ કેપ્ટન ઇમરાન ખાને પાકિસ્તાન ક્રિકેટ ટીમના તાજેતરના કંગાળ પ્રદર્શન પર તીખો કટાક્ષ કર્યો છે. તેમણે દેશની વર્તમાન રાજકીય અને સૈન્ય વ્યવસ્થા પર નિશાન સાધતા કહ્યું કે જો ભારત સામે મેચ જીતવી હોય તો માત્ર આર્મી ચીફ મુનીર અને પીસીબીના અધ્યક્ષ નકવી ઓપનિંગ કરે અને અમ્પાયર તરીકે ન્યાયાધીશો હોય, તો જ જીત શક્ય છે.
ઇમરાન ખાનનું આ નિવેદન પાકિસ્તાની ટીમની સતત હાર અને ખરાબ પ્રદર્શનના સંદર્ભમાં આવ્યું છે. જોકે, તેમના આ નિવેદનમાં ક્રિકેટની આડમાં પાકિસ્તાનના વર્તમાન શાસન, સૈન્ય અને ન્યાયતંત્ર પર સીધો પ્રહાર કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર તેમના આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો તેને ઇમરાન ખાનની હતાશા ગણાવી રહ્યા છે, જ્યારે તેમના સમર્થકો તેને વર્તમાન વ્યવસ્થા સામેનો એક મજબૂત વિરોધ માની રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
