હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ્સના કારણે ગુજરાતમાં ૨૯ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી: નવરાત્રીના છેલ્લા દિવસો બગડશે ?

ગાંધીનગર: રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ સાથે જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, ગુજરાતમાં આગામી ૨૯ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
આ આગાહીને પગલે નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે.
લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ગરબાના ગ્રાઉન્ડ્સ પર પાણી ભરાવાની અને શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે આયોજકો ચિંતાતુર બન્યા છે.
અત્યારે રાત્રે ૧૦.૧૦ કલાકે લેવામાં આવેલી ઈનસેટ ઉપગ્રહની તસવીરમાં સૌરાષ્ટ્ર ઉપર આછા વાદળાઓ જોવા મળે છે, જ્યારે બંગાળની ખાડીમાં પ્રચંડ વાદળાઓનો ગંજ ખડકાયેલો જોવા મળે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
