<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક્સેન્ચર નવું કેમ્પસ સ્થાપશે: ૧૨,૦૦૦ નોકરીઓનું સર્જન થશે

સ્થાનિક યુવાનોને મોટા પાયે રોજગારી મળશે: વિશાખાપટ્ટનમ એક મોટા આઇટી હબ તરીકે ઉભરી આવશે.

આઇટી ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની એક્સેન્ચર દ્વારા આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક નવું વિશાળ કેમ્પસ સ્થાપવાની યોજના બનાવવામાં આવી છે.

અમેરિકાની વિઝા અને આઉટસોર્સિંગ નીતિઓમાં ફેરફારને પગલે ટીસીએસ અને કોગ્નિઝન્ટ જેવી કંપનીઓ બાદ હવે એક્સેન્ચરે પણ આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

આ નવા કેમ્પસના નિર્માણથી આગામી સમયમાં લગભગ ૧૨ હજાર જેટલી નવી નોકરીઓની તકો ઊભી થવાનો અંદાજ છે, જેનાથી સ્થાનિક યુવાનોને મોટા પાયે રોજગારી મળશે અને વિશાખાપટ્ટનમ એક મોટા આઇટી હબ તરીકે ઉભરી આવશે.

(11:10 PM IST)