<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

સત્‍યેન્‍દ્ર જૈનની રૂ.૭.૪૪ કરોડની સંપત્તિ જપ્‍ત

ઈડી દ્વારા આ કાર્યવાહી મની લોન્‍ડ્રિંગ એક્‍ટ અંતર્ગત કરાઈ

નવી દિલ્‍હી,તા.૨૪: આમ આદમી પાર્ટી(આપ)ના નેતા અને દિલ્‍હીના પૂર્વ મંત્રી સત્‍યેન્‍દ્ર જૈનની રૂપિયા ૭.૪૪ કરોડની સંપત્તિ ઈડીએ જપ્ત કરી છે. ઈડી દ્વારા આ કાર્યવાહી મની લોન્‍ડ્રિંગ એક્‍ટ અંતર્ગત કરાઈ છે. ઈડીની આ તપાસ સીબીઆઈ દ્વારા નોંધાયેલી એક એફઆઈઆર પર આધારિત છે, જેમાં સત્‍યેન્‍દ્ર જૈન પર ફેબ્રુઆરી ૨૦૧૫થી મે ૨૦૧૭ની વચ્‍ચે પોતાની આવક કરતા વધુ સંપત્તિ ઊભી કરવાનો આક્ષેપ હતો. આ મામલામાં સીબીઆઈએ ૨૪મી ઓગસ્‍ટ, ૨૦૧૭એ એફઆઈઆર નોંધી હતી.

ઈડીએ એક નિવેદનમાં કહ્યું કે તેમની સંપત્તિ જપ્તા કરવા માટે ૧૫મી સપ્‍ટેમ્‍બરે પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડ્રિંગ એક્‍ટ(પીએમએલએ) અંતર્ગત આદેશ આપ્‍યો હતો. આ તપાસ સત્‍યેન્‍દ્ર જૈન, તેમની પત્‍ની પૂનમ જૈન અને અન્‍યોની સામે બેનામી સંપત્તિ રાખવાનો એક મામલા અને આવક કરતા વધુ સંપત્તિ રાખવાના એક અન્‍ય મામલાથી જોડાયેલી છે.(૪૦.૮)

(9:16 AM IST)