News of Wednesday, 24th September 2025
અમેરિકા બાદ હવે UAEએ ૯ દેશોના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો
આ પ્રતિબંધ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે, પરંતુ જે નાગરિકો પાસે પહેલેથી જ માન્ય વિઝા છે, તેમના પર તેની કોઈ અસર થશે નહીં

દુબઇ તા.૨૪: સંયુક્ત આરબ અમીરાત (UAE)એ આફ્રિકા અને એશિયાના નવ દેશોના નાગરિકોના પ્રવાસી અને વર્ક વિઝા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ પ્રતિબંધ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે, પરંતુ જે નાગરિકો પાસે પહેલેથી જ માન્ય વિઝા છે, તેમના પર તેની કોઈ અસર થશે નહીં. પ્રતિબંધિત દેશોમાં અફઘાનિસ્તાન, લિબિયા, યમન, સોમાલિયા, લેબનોન, કેમરૂન, અને સુદાનનો સમાવેશ થાય છે. આ નીતિ અનિヘતિ સમય સુધી ચાલુ રહેશે.
સત્તાવાર રીતે યુએઈ દ્વારા આ પ્રતિબંધ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ અનૌપચારિક રિપોર્ટમાં આ પાછળનું કારણ રાષ્ટ્રીય સુરક્ષા હોવાનું સામે આવ્યું છે. યુએઈએ આ પગલું સુરક્ષા, જાહેર આરોગ્ય અને ઈમિગ્રેશન કંટ્રોલને ધ્યાને રાખીને લીધું છે. અગાઉ પણ દસ્તાવેજી છેતરપિંડી, ગેરકાયદે રહેઠાણ અને ઓળખ સંબંધીત ખોટા દસ્તાવેજોના કારણે યુએઈએ આવા પગલાં લીધા છે.
ભારતીય નાગરિકો પર યુએઈમાં કોઈ પ્રતિબંધ નથી. જો કોઈ ભારતીય પાસે યુએસએ, યુકે અથવા ઈયુ દેશોનો વેલિડ પાસપોર્ટ અથવા રેસિડેન્સી પાસપોર્ટ છે, તો તેઓ UAEમાં વિઝા ઓન અરાઈવલ મેળવી શકે છે. ગ્રીન કાર્ડ, ઈયુ અને યુકે રેસિડેન્સી કાર્ડ ધરાવતા ભારતીયો ૧૪ દિવસ માટે યુએઈની મુલાકાત લઈ શકે છે. ભારતીય નાગરિકો હાલમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે.(૩૮.૧૦)
આક્રમણકારોના અત્યાચારોથી હિન્દુઓની વસ્તી ઘટીને ૩૦ કરોડ થઈઃ યોગી આદિત્યનાથ
લખનઉ તા.૨૪: બારમી સદીમાં ભારતમાં હિન્દુઓની વસ્તી ૬૦ કરોડ હતી, પરંતુ આક્રમણકારોના અત્યાચારના કારણે ૧૯૪૭માં દેશની આઝાદી સમયે તેમની સંખ્યા ઘટીને ૩૦ કરોડ થઈ ગઈ હતી, એમ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું. યોગી આદિત્યનાથે આત્મનિર્ભર ભારત સ્વદેશી સંકલ્પ વિષય પર રાજ્ય સ્તરીય વર્કશોપને સંબોધિત કરતી વખતે આ દાવો કર્યો હતો.
‘‘જ્યારે ઇસ્લામે પહેલી વાર ભારત પર હુમલો કર્યો અને તે પછી પણ ૧૧૦૦ વર્ષ સુધી દેશમાં હિન્દુઓની વસ્તી ૬૦ કરોડ હતી અને ૧૯૪૭માં જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે હિન્દુઓની વસ્તી ઘટીને માત્ર ૩૦ કરોડ થઈ ગઈ. તમે મને કહો શું આ ૮૦૦-૯૦૦ વર્ષોમાં આપણી વસ્તી વધવી જોઈતી હતી અથવા ઓછી થવી જોઈતી હતી? આપણે ૬૦ કરોડમાંથી ૩૦ કરોડ પર આવી ગયા હતા.
આદિત્યનાથે એવો પણ દાવો કર્યો હતો કે ‘‘આક્રમણકારો'' એ માત્ર હિન્દુઓની વસ્તી જ ઘટાડી નહોતી પરંતુ કૃષિ ઉત્પાદન પણ ઘટાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘‘હિંદુઓને ફક્ત આક્રમણકારોએ જ માર્યા નથી, પરંતુ તે ભૂખથી પણ મર્યા, બીમારીથી પણ મર્યા, તમામ અન્ય પ્રકારે અત્યાચાર કરવામાં આવતા મોતને ભેટ્યા. વિદેશી ગુલામી આવી જ હોય છે. આ દેશ સાથે પણ એવુ જ કરવામાં આવ્યું.
જોકે, આદિત્યનાથે ૩૦૦ વર્ષ પહેલાં ભારતની સમૃદ્ધિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘‘બહુ દૂર જવાની જરૂર નથી. ૩૦૦ વર્ષ પહેલાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું યોગદાન ૨૫ ટકા હતું. વિશ્વના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ભારતનું યોગદાન ૨૫ ટકા હતું.'' ભારતનો અર્થ આજનું ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. એનો અર્થ એ થયો કે ૩૦૦ વર્ષ સુધી ભારત વિશ્વની નંબર વન આર્થિક શક્તિ હતી. તે નંબર વન ઉત્પાદક રાષ્ટ્ર હતું, અને કૃષિમાં ભારત અજોડ હતું.''
સ્વદેશીનો નારા લગાવતા મુખ્ય પ્રધાને કોઈનું નામ લીધા વિના તેમના વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘‘શું નહોતું ભારત પાસે પરંતુ જે લોકોએ આપણને જાતિ, પ્રદેશ અને ભાષાના નામે વિભાજીત કર્યા અને આજે પણ તે લોકો સમાન વિદેશી માનસિકતા સાથે કામ કરી રહ્યા છે અને સમાજને વિભાજીત કરે છે, તેઓ આ સ્વદેશી અભિયાન પર પણ આંગળી ઉઠાવે છે.''
સ્વદેશી ઉત્પાદનો વાપરવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે, ‘‘સ્વદેશી હવે માત્ર એક નારો નથી. સ્વદેશી હવે ફક્ત ખાદીના કાપડ સુધી મર્યાદિત નથી. સોયથી લઈને માલવાહક જહાજો સુધી અને ફાઉન્ટેન પેનથી લઈને વિમાનો સુધી ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર દેશમાં આવા ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશીની વિભાવનાને વિશાળ અને વ્યાપક સ્તરે વિસ્તારી છે.''
આદિત્યનાથે કહ્યું હતું કે, ‘‘આપણા માટે ભારતીય કામદારોના પરસેવા અને ભારતના યુવાનોની પ્રતિભાથી ઉત્પાદિત કોઈપણ ઉત્પાદન સ્વદેશી છે. મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડનો અર્થ એ છે કે ભારતમાં બનેલું ઉત્પાદન જે સમગ્ર વિશ્વ માટે યોગ્ય છે.'' આપણે બધા સ્વદેશીને આપણા જીવનનો ભાગ બનાવીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.(૩૮.૯)
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
