હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહાર ચૂંટણી ફતેહ કરવા કોંગ્રેસ મેદાને: 'વોટ ચોરી' અને ચૂંટણી
રણનીતિ પર મંથન કરવા પટનામાં કોંગ્રેસ કારોબારીની મેગા બેઠક શરૂ

પટના: આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની પટનામાં તેની કાર્યકારી સમિતિ (સીડબલ્યુસી)ની વિસ્તૃત બેઠક શરૂ થઈ રહી છે. આઝાદી પછી બિહારમાં પ્રથમવાર યોજાઈ રહેલી આ બેઠકમાં ચૂંટણીની રણનીતિ ઘડવા અને ભાજપ સામે 'વોટ ચોરી'ના કથિત મુદ્દે આક્રમક અભિયાન ચલાવવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
વિસ્તૃત જોઈએ તો બિહાર વિધાનસભા ચૂંટણી માટે કમર કસી રહેલી કોંગ્રેસ પાર્ટી આજે, બુધવારે, પટનામાં તેની સર્વોચ્ચ કાર્યકારી સમિતિ (સીડબલ્યુસી)ની એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહી છે. ભારતની આઝાદી પછીના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોંગ્રેસ તેની સીડબલ્યુસીની બેઠક બિહારની ધરતી પર યોજી રહી છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા બિહાર ચૂંટણી માટેની રણનીતિ પર વિચાર-વિમર્શ કરવાનો અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર 'વોટ ચોરી'ના આરોપોને વધુ આક્રમક રીતે લોકો સમક્ષ લઈ જવાનો છે.
આ એક વિસ્તૃત સીડબલ્યુસી બેઠક છે, જેમાં પાર્ટીના સ્થાયી અને વિશેષ આમંત્રિત સભ્યો ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, તમામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને કોંગ્રેસ વિધાયક દળના નેતાઓ પણ ભાગ લઈ રહ્યા છે. આ મેગા બેઠક દ્વારા કોંગ્રેસ બિહારમાં તેના ચૂંટણી અભિયાનને નવી દિશા અને ગતિ આપવાનો પ્રયાસ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં બિહાર માટેના ઉમેદવારોની પસંદગી, પ્રચારના મુખ્ય મુદ્દાઓ નક્કી કરવા અને ગઠબંધનની રણનીતિ જેવા વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ, ભાજપ સરકાર સામે 'વોટ ચોરી' અને લોકશાહીના હનન જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય સ્તરે એક મજબૂત અભિયાન શરૂ કરવાની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
