હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાધુ કે શૈતાન :સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી
પર જાતીય શોષણ-છેતરપિંડીનો કેસ

૧૭ વિદ્યાર્થીનીઓએ શારીરિક અડપલાનો સીધો આરોપ લગાવ્યોઃ પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા : આશ્રમમાંથી યુએન નંબર પ્લેટવાળી કાર જપ્તઃ સ્વામી ફરાર
નવી દિલ્હી, તા.૨૪: દિલ્હીની એક પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાના ડિરેક્ટર સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. કપાળ પર ત્રિપુંડ્ર અને ગળામાં રુદ્રાક્ષ પહેરેલા આ બાબા પર અનેક છોકરીઓ પર ખરાબ નજર નાખવાનો આરોપ છે. હંમેશા ભગવા વષાોમાં જોવા મળતા આ બાબા પર ૩૨ છોકરીઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેમાંથી ૧૭ છોકરીઓએ અપશબ્દો, અશ્લીલ વોટ્સએપ સંદેશાઓ અને શારીરિક સ્પર્શનો આરોપ લગાવ્યો છે. આ કેસ દક્ષિણ દિલ્હીમાં શ્રી શળંગેરી મઠ દ્વારા સંચાલિત શ્રી શારદા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટનો છે. મઠના સંચાલક પીએ મુરલીએ સ્વામી પાર્થ સારથી સામે કેસ દાખલ કર્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. હાલમાં, પાર્થ સારથી ફરાર હોવાનું કહેવાય છે. જેમણે સ્વામી પર અપશબ્દોનો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. ફરિયાદ નોંધાયા પછી સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ફરાર છે અને પોલીસ તેમની શોધ કરી રહી છે.
દિલ્હીમાં સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી વિરુદ્ધ વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ અને છેતરપિંડીનો કેસ નોધવામાં આવ્યો છે. જેમાં દિલ્હીના વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ આ કેસની પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે.
આ ઘટનાની મળતી વિગતો મુજબ ૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ શ્રી શ્રળંગેરી મઠના સંચાલક પી.એ. મુરલીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સ્વામી ચૈતન્યનંદે શારદા ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં શિષ્યવળત્તિ પર અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીઓ સાથે જાતીય શોષણ કર્યું હતું. આ અંગે જયારે પોલીસે તપાસ શરૂ કરી હતી .
આ અંગે પોલીસે ૩૨ મહિલા વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. જેમાંથી ૧૭ વિદ્યાર્થીઓએ સીધો આરોપ લગાવ્યો કે સ્વામીએ તેમને અશ્લીલ સંદેશા મોકલ્યા હતા. તેમજ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને શારીરિક અડપલા કર્યા હતા. વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યું હતું કે કેટલીક મહિલા ફેકલ્ટી અને વહીવટી કર્મચારીઓએ સ્વામીની અયોગ્ય માંગણીઓનું પાલન કરવા માટે તેમના પર દબાણ કર્યું હતું.
જેની બાદ પોલીસે બીએનએસ કલમ ૭૫(૨)/૭૯/૩૫૧(૨) હેઠળ કેસ નોંધવામાં આવ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને આરોપીના છુપાયેલા સ્થળો પર ઘણી વખત દરોડા પાડ્યા હતા. તેમજ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ૧૭ પીડિત વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર વારંવાર દરોડા પાડવા છતાં આરોપી ચૈતન્યનંદ સરસ્વતી હજુ પણ ફરાર છે. તપાસ ટીમ તેને શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પોલીસને તપાસ દરમિયાન સંસ્થાના ભોંયરામાંથી એક વોલ્વો કાર મળી આવી હતી. કારમાં નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ મળી હતી. જયારે તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ દૂતાવાસ નંબર પ્લેટ ઇસ્યુ કરવામાં આવી ન હતી. આ કારનો ઉપયોગ સ્વામી ચૈતન્યનંદ દ્વારા પણ કરવામાં આવ્યો હતો. આ મામલે બીજો કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ કાર જપ્ત કરવામાં આવી છે. (રર.૧૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
