<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

રામલીલાના લાઇવ પ્રસારણમાં દશરથનું મૃત્‍યુ કેદઃ ૭૩ વર્ષીય અભિનેતાનું マદયરોગના હુમલાથી અવસાન

હિમાચલના ચંબાની マદયદ્રાવક ઘટના રાજયમાં શિબુ તરીકે પ્રખ્‍યાત કલાકારે પોતાની છેલ્લી રામલીલા હોવાની અગાઉ જાહેરાત કરેલઃ ૪ દાયકાના અભિનયનો અંત

મંડી તા.૨૪: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રામલીલા સ્‍ટેજ પર એક દુઃખદ અને マદયદ્રાવક ઘટના બની. ૭૩ વર્ષીય પીઢ અભિનેતા અમરેશ મહાજન, જેને શિબુ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમણે છેલ્લા ચાર દાયકાથી રાવણ અને દશરથ જેવા પાત્રોને જીવંત કર્યા હતા, તેમનું રામલીલા દરમિયાન દશરથનુ પાત્ર ભજવતી વખતે અવસાન થયું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.  મોતનુ કારણ હાર્ટએટેકનો હુમલો હોવાનું જાણવા મળે છે.

આ ઘટના મંગળવારે રાત્રે ૮:૩૦ વાગ્‍યાની આસપાસ બની હતી જ્‍યારે ઐતિહાસિક ચૌગન મેદાનમાં દશરથ દરબાર દ્રશ્‍યનું પ્રદર્શન થઈ રહ્યું હતું. આ વર્ષે અમરેશ મહાજન રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમના શક્‍તિશાળી પ્રદર્શનથી પ્રેક્ષકો મંત્રમુગ્‍ધ થઈ ગયા હતા. અચાનક, તે સ્‍ટેજ પર પડી ગયો અને બેભાન થઈ ગયા. સાથી કલાકારોએ તરત જ તેને ઉપાડ્‍યો અને હોસ્‍પિટલ લઈ ગયા, પરંતુ કમનસીબે, ડોકટરો તેને બચાવી શકયા નહીં અને તેને મળત જાહેર કરવામાં આવ્‍યો.

ચંબામાં આખું ચૌગન મેદાન અમરેશ મહાજનના અવસાનથી સ્‍તબ્‍ધ થઈ ગયું હતું. આ તેમનું અંતિમ પ્રદર્શન હતું, કારણ કે તેમણે અગાઉ તેમની છેલ્લી રામલીલાની જાહેરાત કરી હતી. રામલીલા ક્‍લબના પ્રમુખ સ્‍વપ્‍ન મહાજને જણાવ્‍યું હતું કે અમરેશનું અવસાન સમગ્ર શહેર માટે એક મોટું નુકસાન છે, કારણ કે તેઓ છેલ્લા ચાર દાયકાથી આ પરંપરાનો અભિન્ન ભાગ રહ્યા હતા.

આ ઘટનાએ રામલીલા કાર્યક્રમમાં પ્રેક્ષકો અને કલાકારોમાં શોકની લહેર ફેલાવી દીધી. સ્‍ટેજ પર અચાનક બનેલી દુર્ઘટનાથી બધા સ્‍તબ્‍ધ થઈ ગયા. સ્‍થળ શોકથી ભરાઈ ગયું, અને લોકો તેમના પ્રિય કલાકારને યાદ કરીને ભાવુક થઈ ગયા.(૨.૨૨)

(3:30 PM IST)