<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

અમેરીકન કંપનીઓએ ધડાધડ પોતાના ૧૬ હજાર નાગરીકોને હાંકી કાઢયા

વ્‍હાઇટ હાઉસની ફેકટ શીટમાં થયો ખુલાસો H1-B વીઝાના કારણે અમેરીકાના યુવાઓમાં બે વર્ષમાં બેરોજગારી વધી : દાવો

ન્‍યુયોર્ક, તા., ર૪: અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે H-1B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેટલાક H-1B વિઝા ધારકો હવે નોન-ઇમિગ્રન્‍ટ વર્કર તરીકે સીધા અમેરિકામાં નહીં પ્રવેશી શકે. દરેક નવી અરજી સાથે ૧૦૦,૦૦૦ ડૉલર એટલે કે ૮૮ લાખ રૂપિયાથી વધુની ફી ચૂકવવાની રહેશે.

વ્‍હાઈટ હાઉસની આ ફેક્‍ટ શીટ પ્રમાણે ઘણી અમેરિકન કંપનીઓ H-1B વીઝા દ્વારા અન્‍ય દેશોમાંથી આવેલા લોકોને ઓછી સેલેરીમાં કામ આપે છે અને મોટી સંખ્‍યામાં અમેરિકન્‍સને નોકરીમાંથી કાઢી મૂકયા.

વ્‍હાઈટ હાઉસનું કહેવું છે કે, ૨૦૨૩માં IT ક્ષેત્રમાં H-1B વીઝાની માગ ૩૨ ટકા હતી, જે હવે વધીને ૬૫ ટકા થઈ ગઈ છે. આ પરથી જાણી શકાય કે, H-1B વીઝાના કારણે અમેરિકન યુવાઓમાં બેરોજગારી વધી રહી છે.

વ્‍હાઈટ હાઉસની ફેક્‍ટ શીટ પ્રમાણે તાજેતરમાં જ કમ્‍પ્‍યુટર સાયન્‍સમાં તાાતક કરનારા ૬.૧ ટકા યુવા બેરોજગાર છે અને કમ્‍પ્‍યુટર એન્‍જિનિયરિંગ કરનારા ૭.૫ ટકા યુવાઓ પાસે નોકરી નથી. ઈતિહાસ સહિત અન્‍ય વિષયોમાં આ આંકડા વધુ છે.

વ્‍હાઈટ હાઉસની ફેક્‍ટ શીટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે, STEM (Science, Technology, Engineering, and Mathematics) ક્ષેત્રોમાં માત્ર ૪૪.૫ ટકા નોકરીમાં જ વધારો થયો છે. જોકે,  ૨૦૦૦-૨૦૧૯ની વચ્‍ચે STEM ક્ષેત્રોમાં વિદેશીથી આવતા કર્મચારીઓની સંખ્‍યા બમણી થઈ ગઈ છે.

વ્‍હાઈટ હાઉસનું કહેવું છે કે, આ પગલું અમેરિકા ફર્સ્‍ટ નીતિ હેઠળ ઉઠાવવામાં આવ્‍યું છે. અમેરિકન સરકાર ઈચ્‍છે છે કે, કંપનીઓ અમેરિકન્‍સ યુવાઓને પ્રાથમિકતા આપે.

(3:36 PM IST)