હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જોધપુર મંદિર પ્રતિષ્ઠા ઉપક્રમે યોજાયેલ સભામાં રાજસ્થાનના ઇતિહાસની ભવ્ય ગાથા રજૂ કરવામાં આવીઃ કાલે પ્રાણપ્રતીષ્ઠા
૨ કિમી લાંબી શોભાયાત્રાના ૮૦ ફલોટમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજાશેઃ આવતીકાલે સવારે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને સાંજે લોકાર્પણ સમારોહ યોજાશે

રાજકોટઃ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર જોધપુર મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં મંદિર પરિસરમાં બે દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં સેંકડો પરિવારોએ અગ્નિહોત્ર વિધિ કરી, વિશ્વ શાંતિ, સમાજ કલ્યાણ અને સૌના કલ્યાણની ભાવના સાથે યજ્ઞવેદીમાં આહુતિઓ અર્પણ કરી. વૈદિક સ્તોત્રો અને મંત્રોચ્ચારે વાતાવરણને શાંતિ, આનંદ અને શુદ્ધતાથી ભરી દીધું. આ પ્રસંગે આશીર્વાદ પાઠવતા, પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજે જણાવ્યું કે, ‘આ યજ્ઞ ધાર્મિક લાગણીઓને વધારશે, જેનાથી દરેકને ફાયદો થશે. સૌથી મોટો લાભ ભગવાનનો સાક્ષાત્કાર થશે, જેમને આપણે એક સ્વરૂપે નહીં પરંતુ વ્યક્તિગત રૂપે પ્રાપ્ત કર્યા છે.'
મૂર્તિપ્રતિષ્ઠા ઉપક્રમે આજે જોધપુરના રાજમાર્ગો પર મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ભગવાનની મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા યોજાશે. ૨ કિમી લાંબી આ શોભાયાત્રામાં ૮૦ જેટલા ફલોટમાં ૯૦૦ થી અધિક ભક્તો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજાશે. સંસ્થાના ૨૨૫ થી અધિક સંતો પણ જોડાયા છે. શોભાયાત્રા બપોરે ૩ વાગ્યે રાવણ ચબુતરાથી શરૂ થશે અને સાંજે ૬ વાગ્યે ઉમ્મેદ ઉદ્યાન ખાતે વિરામ પામશે.
આવતીકાલે સવારે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓની મૂર્તિપ્રતિષ્ઠાવિધિ યોજાશે અને સાંજે ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી સહિત અન્ય ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
