હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 24th September 2025
સોનમ વાંગચુકે 15 દિવસ પછી ઉપવાસ તોડ્યા :હિંસા ભડક્યા બાદ ઉપવાસ આંદોલન સમેટી લીધુ
તેમણે કહ્યું-- શાંતિપૂર્ણ માર્ગનો મારો સંદેશ નિષ્ફળ ગયો છે. હું યુવાનોને હિંસા બંધ કરવાની અપીલ કરું છું

લદાખમાં સોનમ વાંગચુકે 15 દિવસ પછી ઉપવાસ તોડ્યા છે. તેમણે કહ્યું, “શાંતિપૂર્ણ માર્ગનો મારો સંદેશ નિષ્ફળ ગયો છે. હું યુવાનોને હિંસા બંધ કરવાની અપીલ કરું છું.” પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા.
વાંગચુકે કહ્યું, “લેહમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અત્યંત દુઃખદ છે. હિંસા ફક્ત અમારા હેતુને નુકસાન પહોંચાડશે.” હિંસા બાદ સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કર્યા.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
