<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય: દેશમાં જહાજ નિર્માણ અને તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવા ₹૮૪,૭૫૯ કરોડના પેકેજને મંજૂરી

વૈશ્વિક સ્તરે ભારતને એક મુખ્ય શિપબિલ્ડિંગ હબ તરીકે સ્થાપિત કરવાનો ધ્યેય

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે દેશના વિકાસને ગતિ આપવા માટે અનેક મોટા નિર્ણયોને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જહાજ નિર્માણ અને દરિયાઈ વિકાસ માટે ₹૬૯,૭૨૫ કરોડની યોજનાને લીલી ઝંડી આપવામાં આવી છે. 
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં જહાજોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને વૈશ્વિક સ્તરે ભારતને એક મુખ્ય શિપબિલ્ડિંગ હબ તરીકે સ્થાપિત કરવાનો છે.
આ ઉપરાંત, તબીબી શિક્ષણના વિસ્તરણ માટે ₹૧૫,૦૩૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે અંતર્ગત નવી મેડિકલ કોલેજોની સ્થાપના અને હાલની કોલેજોમાં બેઠકો વધારવામાં આવશે.
રેલવે ક્ષેત્રે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે, જેમાં બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા રેલવે પ્રોજેક્ટ માટે ₹૨,૧૯૨ કરોડ અને રેલવે કર્મચારીઓ માટે ઉત્પાદકતા-લિંક્ડ બોનસ પેટે ₹૧,૮૬૬ કરોડની જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં સાહેબગંજ-બેટિયા હાઇવેને ફોર-લેન બનાવવા માટે ₹૩,૮૨૨ કરોડના પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે, જેનાથી આ વિસ્તારમાં પરિવહન વધુ સુવિધાજનક બનશે


 

(11:05 PM IST)