<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

દિલ્હીમાં વર્ષના સૌથી મોંઘા સોદામાં લક્ષ્મી મિત્તલ સાથે જોડાયેલી કંપનીએ ૩૧૦ કરોડમાં બંગલો ખરીદ્યો

આ બંગલો ૩૧,૮૬૦ વર્ગ ફૂટનો છે અને પ્રતિ વર્ગ યાર્ડના હિસાબે ૮.૭૫ લાખ રૂપિયા પડ્યા

મુંબઈ સ્થિત જેન્ટેક્સ મર્ચન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, જે સ્ટીલ બેરન લક્ષ્મી મિત્તલ સાથે જોડાયેલી કંપની છે, તેણે દિલ્હી એનસીઆરમાં વર્ષના સૌથી મોંઘા સોદામાં એપીજે અબ્દુલ કલામ રોડ (પહેલાં ઔરંગઝેબ રોડ) પર ૩,૫૪૦ વર્ગ યાર્ડનો બંગલો ૩૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 
આ બંગલો ૩૧,૮૬૦ વર્ગ ફૂટનો છે અને પ્રતિ વર્ગ યાર્ડના હિસાબે ૮.૭૫ લાખ રૂપિયા પડ્યા છે. આ સોદો દિલ્હીના લુટ્યેન્સ બંગલો ઝોનમાં આ વર્ષનો સૌથી મોટો છે.

(11:21 PM IST)