<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

ટાટા સ્ટીલે સિંગાપોરની પેટા કંપની ટી સ્ટીલ હોલ્ડિંગ્સમાં ૪,૦૫૪ કરોડનું રોકાણ કર્યું

કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૨.૫ અબજ ડોલર સુધીનું રોકાણ મંજૂર કર્યું

મુંબઈ : ટાટા સ્ટીલે તેની સિંગાપોર આધારિત પેટા કંપની ટી સ્ટીલ હોલ્ડિંગ્સમાં ૪,૦૫૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમાં કંપનીએ ૩,૫૩૨,૩૩૮,૩૦૯ ઇક્વિટી શેર્સ ખરીદ્યા છે, જેનું મૂલ્ય ૩૫૫ મિલિયન ડોલર (૩,૧૦૪.૦૩ કરોડ રૂપિયા) છે. 
આ પહેલાં જુલાઈમાં ૧,૦૭૪ કરોડનું રોકાણ કરાયું હતું. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ  ૨૦૨૫-૨૬માં કુલ ૨.૫ અબજ ડોલર સુધીનું રોકાણ મંજૂર કર્યું છે.


 

(11:23 PM IST)