<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

‘ગેમ ચેન્‍જર પાવર': અદાણી જૂથની પહેલ, કચ્‍છનું રણ સ્‍વચ્‍છ ઊર્જાનું તોરણઃ ધ્રબ અને વાંઢ ગામ સોલાર વિલેજ

૬૦૦ ગ્રામીણ મહિલાઓ સોલાર પેનલ બનાવી રોજગારી રળે છે, સોલાર પેનલ ઉપર GST ઘટાડવાના સરકારના નિર્ણયથી સ્‍વચ્‍છ ઉર્જાનો વ્‍યાપ વધશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૫:  ભારત ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ બિન-અશ્‍મિભૂત ઇંધણ ક્ષમતા પ્રાપ્ત કરવાના મહત્‍વાકાંક્ષી લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્‍યારે અદાણી ગ્રુપ આ નવીનીકરણીય ઉર્જા ક્રાંતિમાં એક મુખ્‍ય ખેલાડી તરીકે ઉભરી આવ્‍યું છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) અને અદાણી સોલાર ગ્રામીણ વિસ્‍તારોને વીજળીકરણ અને ‘સોલાર વિલેજ' ખ્‍યાલને આગળ ધપાવવા નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. આ પહેલ PM સૂર્ય ઘર મુફત બિજલી જેવી સરકારી યોજનાઓથી સુસંગત છે, જે ગામડાઓમાં સૌર ઊર્જાને પ્રોત્‍સાહન આપે છે. આ પ્રોજેક્‍ટ્‍સ માત્ર વીજળી જ નહીં પરંતુ સ્‍થાનિક રોજગારી અને માળખાગત સુવિધાઓનું પણ સર્જન કરે છે, જે અંતરિયાળ વિસ્‍તારોને સ્‍વ-નિર્ભર ‘સૌર ગામડાઓ' માં પરિવર્તિત કરે છે.

‘કચ્‍છનું રણ એટલે સ્‍વચ્‍છ ઉર્જાનું તોરણ': ગુજરાતમાં અદાણી સોલરનો ખાવડા રિન્‍યુએબલ એનર્જી પાર્ક ૫૩૮ ચોરસ કિલોમીટર જમીનમાં ફેલાયેલો છે, તે ૧૩ રાજ્‍યોમાં ૭.૯ મિલિયન ઘરોને વીજળી આપે છે. આ પ્રોજેક્‍ટ વાર્ષિક ૮૭.૪ અબજ વીજળી ઉત્‍પન્ન કરે છે. જે બેલ્‍જિયમ અથવા સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ જેવા દેશને વીજળી પૂરી પાડવા સક્ષમ છે.

ગ્રામીણ ભારતમાં આત્‍મનિર્ભરતાઃ કચ્‍છમાં સૌ પ્રથમવાર સોલર ગામની શરૂઆત અદાણી ફાઉન્‍ડેશન દ્વારા કરવામાં આવી હતી. અહીંના ગામડાઓની ૬૦૦થી વધુ મહિલાઓને સોલાર પેનલ બનાવવાની તકનીકી તાલીમ આપવામાં આવી છે. આજે આ મહિલાઓ ‘સોલાર એસોસિયેટ' તરીકે અદાણી સોલારમાં સફળતાપૂર્વક કાર્યરત છે. મહિલાઓના આર્થિક તેમજ સામાજિક સશક્‍તિકરણ તરફનું મજબૂત પગલું છે. આનાથી ગ્રામીણ બહેનોને રોજગારીની તકો મળી છે અને તેઓ પોતાના પરિવારને આર્થિક રીતે સમર્થન આપી રહી છે.

૧૦૦% સૌર-પંપથી સંચાલિત ગામઃ ગુજરાતના ભાંડુતમાં અદાણી ફાઉન્‍ડેશનના જાહેર-ખાનગી ભાગીદારી મોડેલે ગામને ૧૦૦% સૌર-પંપથી સંચાલિત બનાવ્‍યું છે, ૬૮૮ વીઘા ખેતીની જમીનને સિંચાઈ કરી છે અને ડીઝલ પર નિર્ભરતા દૂર કરી છે. આ મોડેલે ખેડૂતોને માત્ર બળતણ અને શ્રમ પર નાણાં બચાવ્‍યા નથી પરંતુ અગાઉ બિનઉત્‍પાદક જમીન ૧ પર ઉત્‍પાદકતામાં પણ વધારો કર્યો છે. મુન્‍દ્રા તાલુકાના ધ્રબ અને ભોપાવાંઢ ગામોને અદાણી ફાઉન્‍ડેશન અને ગુજરાત સરકારના સહયોગથી સંપૂર્ણ સોલાર ગામ તરીકે વિકસાવવામાં આવ્‍યા છે. આ બંને ગામો કચ્‍છ જિલ્લાના પ્રથમ અને ગુજરાતના ત્રીજા સંપૂર્ણ સોલાર ગામો છે.

ટેકનોલોજીમાં નોંધપાત્ર રોકાણઃ સૌર ઉર્જા ક્ષેત્રે અગ્રણી અદાણી સોલારે ગુજરાત સહિત દેશ દુનિયામાં મુખ્‍ય ભૂમિકા ભજવી છે. સૌરઉર્જાના પ્રોજેક્‍ટને સફળ બનાવવા માટે કંપનીની કુશળતા અને સૌર ટેકનોલોજીમાં નોંધપાત્ર રોકાણ મહત્‍વપૂર્ણ રહ્યું છે. આ પહેલ સ્‍થાનિકોને ઉર્જાનો વિશ્વસનીયસ્ત્રોત પૂરો પાડીને ઉત્‍સર્જનમાં ઘટાડો કરશે.

ખર્ચ અસરકારક સ્‍વચ્‍છ ઉર્જાઃ ભારત સરકારે સૌર પેનલ પરનો ઞ્‍લ્‍વ્‍ ૧૨% થી ઘટાડીને ૫% કર્યો છે જેનાથી સ્‍વચ્‍છ ઉર્જા પહેલા કરતા વધુ સસ્‍તી બની છે. સોલર વિલેજની સફળતા દેશભરમાં સમાન પહેલ માટે માર્ગ મોકળો કરી શકે છે. આ પ્રોજેક્‍ટના સકારાત્‍મક પરિણામો અન્‍ય કંપનીઓને નવીનીકરણીય ઊર્જા ઉકેલોમાં રોકાણ કરવા પ્રેરણા આપી શકે છે, જે ટકાઉ ઊર્જા ભવિષ્‍ય તરફ સંક્રમણને વધુ વેગ આપે છે.

(11:20 AM IST)