<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

ઉપવાસમાં ખાણી પીણીનું ધ્‍યાન રાખવું નહિં તો શરીરમાં એસિડનું પ્રમાણ વધે

નવરાત્રીનાં ઉપવાસમાં હેલ્‍થી ટિપ્‍સ અપનાવી રહોફિટ અને હેલ્‍થી નવરાત્રીના પવાસ શરીર માટે લાભકારી, શરીરને ડિટોકિસફિકેશન થવા પૂરતો સમય મળે

મુંબઇ તા.૨૫: નવરાત્રીનું પર્વ માત્ર ધારિત શ્રદ્ધા જ નહીં પરંતુ શરીર અને મનને શુદ્ધ રાખવાના ઉત્તમ દિવસો છે. જો કે, ઉપવાસ દરમ્‍યાન જો ખાણી-પીણીનું યોગ્‍ય રીતે ધ્‍યાન રાખવામાં ન આવે તો થાક, કમજોરી કે એસિડિટી જેવી સમસ્‍યાઓ થઈ શકે છે. ત્‍યારે શહેરના ક્‍લિનિકલ ડાયેટિશિયન અને ન્‍યુટ્રીશનિસ્‍ટ ડો.હરિતા પરીખે જણાવ્‍યું હતું કે, નવરાત્રિના ઉપવાસ શરીર માટે ખૂબ જ લાભકારી છે. કારણ કે, આ દિવસોમાં શરીરને ડિટોક્‍સિફિકેશન કરવા માટેનો પૂરતો સમય મળે છે. નવરાત્રિના ઉપવાસ અમુક લોકો માત્ર પાણી પીને કરે છે, ઘણાં લોકો ૧ ટાઈમ ફલાહાર કરીને કરે છે. તો અમુક લોકો એક ટાઈમ જમવાનું જમીને કરતાં હોય છે.

આ દરમિયાન સ્‍માર્ટલી ફુડ ઓપ્‍શન સિલેક્‍ટ કરવા જરુરી છે. જેમાં પનીર, દહીં, દૂધ, ફળ, મખાણા, સાબુદાણા, રાજગરો, મોરીયો સહિતની વસ્‍તુઓ શરીરને એનર્જી આપવાની સાથે પચવામાં પણ સરળ રહે છે. ઉપરાંત નટસ્‌ અને સીડસ પણ ખાવા જોઈએ જે ઍન્‍ટીઓક્‍સિડન્‍ટસુથી ભરપૂર છે. ઉપવાસ એટલે શરીરને આસ આપવા પરંતુ તેને સંતુલિત રાખવાનો ઉપાય. જો ઉપવાસ દરમ્‍યાન સાચા ખોરાકની પસંદગી કરવામાં આવે તો તે આરોગ્‍ય માટે પણ લાભદાયી સાબિત થાય છે. આ નવરાત્રીમાં શ્રદ્ધા સાથે આરોગ્‍યનું પણ ધ્‍યાન રાખીને ઉપવાસ કરો.

ઉપવાસ દરમ્‍યાન આરોગ્‍ય માટે જરૂરી ટિપ્‍સ

દિવસની શરૂઆત કરો હાઈડ્રેડ થઈને

સવારે ગરમ પાણીમાં લીંબુ અથવા તુલસી નાખીને પીવાથી ડિટોક્‍સ થાય છે.

દિવસ દરમિયાન પુરતું પાણી પીવું જરૂરી છે. કોકમ, નાળિયેર પાણી અથવા છાશ પણ સારી પસંદગી છે.

સફરજન, પપૈયા, દ્રાક્ષ, કેલા જેવા ફળો એનર્જી આપે છે.

પોમેગ્રેનેટ (દાડમ) આયર્ન પુરે છે અને બ્‍લડ શુગર લેવલ સ્‍થિર રાખે છે.

ઉપવાસ દરમિયાન મોટેભાગે કાર્બોહાઇડ્રેટ વધુ લેવાય છે, પરંતુ પ્રોટીન ઓછું મળે છે.

સામો, રાજગરો, મખાણા અને દહીં પ્રોટીનના સારાસ્ત્રેત છે.

ફરાળી બટાટા ચીપ્‍સ, મીઠાઈ અને તળેલા ખોરાક ભારે પડી શકે છે.

શેકેલા મખાણા, શિંગ, ડ્રાયફ્રુટ્‍સ કે ઘરનું બનાવેલું ફરાળી ખીચડી લો.

ઉપવાસ દરમ્‍યાન કબજિયાત ટાળવા માટે ફાઈબર લેવું જરૂરી છે.

શક્કરિયું, કેળું અને સફરજન સારી પસંદગી છે.

લાંબા સમય સુધી ભુખ્‍યા ન રહેવું

૭૨-૩ કલાકે હલકું ખાવાથી એનર્જી લેવલ જળવાઈ રહે છે.

ઉપવાસ દરમ્‍યાન હળવો યોગ, પ્રાણાયામ કે વોક કરવી ઉત્તમ છે.

પુરતી ઊંઘ લેવાથી શરીરને રિચાર્જ થાય છે.

ઉપવાસમાં ભક્‍તોએ શું ધ્‍યાન રાખવું જોઈએ?

ગરબા રમતાં પહેલાં હલકો ખોરાક લેવો. પાણી વધારે પીવું, સ્‍ટ્રેચિંગ જરુર કરવું જોઈએ. સાથે હંમેશા શુગવાળી ચોકલેટ રાખવી જોઈએ. ગરબા રમ્‍યા બાદ જંકફુડ, ઓઈલી ફૂડ ન ખાઈને પોર્શન કંટ્રોલ કરીને એટલે કે એક સાથે ન ખાઈને તબક્કાવાર ખાવું જોઈએ.

ઉપવાસમાં શું ખાવું?

સવારના બ્રેકફાસ્‍ટમાં રાતના પલાળેલાં બદામ, અખરોટ, અજીર, ખજૂર, મખાણાને સવારે 200 ml દૂધમાં બ્‍લેન્‍ડ કરીને શેક કરીને પીવાથી લાંબા સમય સુધી એનર્જી જળવાઈ રહે છે. બપોરે રાજગરાની ભાખરી, બટાકાની સુકી ભાજી, દહીં લઈ શકાય મોરીયા, સાબુદાણાની ખીચડી, રાજગરાના પનીર પરાઠા દહીં સાથે લઈ શકાય. સાંજે નારીયેળ પાણી, લીંબુપાણી, ઓરેન્‍જ જ્‍યુસથી હાઈડ્રેશન જળવાય છે. ડિનરમાં મખાણા, સાબુદાણા ખીર, એપલ શેક, ડ્રાયફુટ શેક લઈ શકાય છે. સીંગદાણા, મખાણા, નટસ કે સીડસ પણ લઈ શકાય છે.

(10:00 AM IST)