News of Thursday, 25th September 2025
ભારતમાં કામ કરવું હોય તો કાયદાનું પાલન જરૂરીઃ એક્સને કોર્ટની તાકીદ
કેન્દ્ર સામેની એક્સની અરજી ફગાવાઈ એક્સે કેન્દ્રના ટેકડાઉન આદેશને પડકાર્યો અને તે લાગુ ન પડતો હોવાની દલીલ કરી

બેંગ્લુરુ,તા. ૨૫: કર્ણાટક હાઇકોર્ટે બુધવારે અગાઉ ટ્વિટર તરીકે જાણીતી સોશિયલ મીડિયા સાઇટ્સ એક્સે કેન્દ્ર સરકારના ટેકડાઉન ઓર્ડરને પડકારતી અરજી ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ભારતમાં કામ કરવા માટે દેશના કાયદાનું પાલન કરવું જરૂરી છે.
આ અંગેનો ઘટનાક્રમ એવો છે કે કેન્દ્ર, સરકારે ટ્વિટરને કેટલાક એકાઉન્ટ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ ટ્વિટરે આ આદેશને પડકારતી અરજી કર્ણાટક હાઇકોર્ટમાં દાખલ કરી હતી. ટ્વિટરનો તર્ક હતો કે તેને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે અને તે અમેરિકન કાયદા મુજબ કામ કરે છે. તેથી ભારત માટે ટેકડાઉન કાયદાનું પાલન કરવાની તેને જરૂર નથી.
તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું ભારતમાં કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે દેશના કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે. બંધારણની જોગવાઈ ૧૯ ફક્ત ભારતીય નાગરિકોને જ તેને આવી કોઈ સ્વતંત્રતા મળતી નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે. વિદેશી કંપનીઓ અને ભારતના નાગરિકો ન હોય એક્સની અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનું નિયમન આજના યુગની તાતી જરૂરિયાત છે.
કંપનીઓને નિયંત્રણવિહીન રીતે કામ કરવાની છૂટ ન આપી શકાય. તેની સાથે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણનો નિયમ ૧૯ ફક્ત ભારતીયોની અભિવ્યક્તિની આઝાદીનું રક્ષણ કરે છે. એટલે કે વિદેશી કંપનીઓ અથવા નાગરિકો ન તેવા લોકો માટે આ કાયદો અમલી ન બનાવી શકાય.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
