<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

પહલગામ આતંકવાદી હુમલોઃ લશ્‍કર-એ-તૈયબાને મદદ કરનાર વ્‍યક્‍તિ ઝડપાયો

જુલાઈમાં ઓપરેશન મહાદેવ દરમિયાન જપ્ત કરાયેલા હથિયારોની ફોરેન્‍સિક તપાસ બાદ પોલીસે મોહમ્‍મદ કટારિયાની ધરપકડ કરી હતી

શ્રીનગર તા.૨૫: જમ્‍મુ અને કાશ્‍મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના કેસમાં બુધવારે એક મોટી સફળતા મળી છે. જુલાઈમાં ઑપરેશન મહાદેવ દરમિયાન જપ્ત કરાયેલા હથિયારોની ફોરેન્‍સિક તપાસ બાદ પોલીસે મોહમ્‍મદ કટારિયાની ધરપકડ કરી હતી.

૨૨ એપ્રિલના રોજ, જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા. તેમની ધાર્મિક માન્‍યતાઓ વિશે પૂછ્‍યા પછી તેમને નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી. આ હુમલામાં પાકિસ્‍તાનના TRF (ધ રેઝિસ્‍ટન્‍સ ફ્રન્‍ટ) આતંકવાદી સંગઠનનો સમાવેશ થાય છે. આ હુમલાની ભારતમાં વ્‍યાપક નિંદા અને પાકિસ્‍તાન સામે ગુસ્‍સો ફેલાયો હતો.(૩૮.૧૧)

(10:33 AM IST)