News of Thursday, 25th September 2025
વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિએ યુએનમાં કહ્યું ઓમ શાંતિ ઓમ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૮૦મા સત્રમાં ઇઝરાયલ અને ફિલિસ્તાનનો મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો

યુનો તા.૨૫: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૮૦મા સત્રમાં ઇઝરાયલ અને પેલેસ્ટીનનો મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે. જુદાં જુદાં દેશના પ્રતિનિધિઓએ UNGAમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ અને પેલેસ્ટીનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાના મુદ્દે ચર્ચા કરી. સત્ર દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોબોવો સુબિઆંતોનું ભાષણ પણ ચર્ચાનો વિષય બની રહ્યું. પ્રોબોવોએ પોતાના ભાષણના અંતે ઓમ શાંતિ ઓમ પણ કહ્યું.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૮૦મા સત્રમાં ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆંતોએ વૈશ્વિક શાંતિ, ન્યાય અને સમાન અવસરનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે ભય, જાતિવાદ, નફરત, જુલમ અને રંગભેદથી પ્રેરિત માનવ મૂર્ખતા આપણા સહિયારા ભવિષ્યને જોખમમાં મૂકે છે. પ્રબોવોએ જાહેરાત કરી કે ઇન્ડોનેશિયા ગાઝામાં શાંતિ સુનિヘતિ કરવામાં મદદ કરવા માટે ૨૦,૦૦૦ સૈનિકો તૈનાત કરવા તૈયાર છે.
પ્રબોવો સુબિયાન્ટોએ ભાર મૂક્યો, આજે, ઇન્ડોનેશિયા યુએન શાંતિ રક્ષા દળમાં સૌથી મોટા યોગદાન આપનારાઓમાંનો એક છે. જ્યાં શાંતિને રક્ષકોની જરૂર હોય ત્યાં અમે સેવા આપવાનું ચાલુ રાખીશું, ફક્ત શબ્દોથી નહીં, પરંતુ જમીન પર સૈનિકો સાથે.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ ઇઝરાયલી-પેલેસ્ટિનિયન મુદ્દાના બે-રાજ્ય ઉકેલ માટે હાકલ કરી અને ભાર મૂક્યો કે પેલેસ્ટિનિયન અને ઇઝરાયલી બંને મુક્ત અને સુરક્ષિત, ધમકીઓ અને આતંકવાદથી મુક્ત હોવા જોઈએ. સુબિયાન્ટોએ કહ્યું, કોઈપણ રાજકીય સંઘર્ષનો જવાબ હિંસાથી આપી શકાતો નથી, કારણ કે હિંસા ફક્ત વધુ હિંસાને જન્મ આપે છે.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં તેમના ભાષણનું સમાપન ઓમ શાંતિ શાંતિ શાંતિ ઓમ સાથે કર્યું. તેમણે નમો બુદ્ધાય અને શાલોમ પણ કહ્યું. તેમણે તેમના ૧૯ મિનિટના ભાષણમાં સંવાદિતાનો સંદેશ આપ્યો.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
