News of Thursday, 25th September 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ-૧૦૩:‘‘પોતાની સંપૂર્ણ ચેતનાથી કામનાના,જાણવાના આરંભમાં જ જાણો''
આ વિધિ બાબતમાં મૂળ વાત છે- સંપૂર્ણ ચેતના. જો તમે કોઇપણ વસ્તું ઉપર તમારી સંપૂર્ણ ચેતના લગાવી દો તો એક રૂપાંતરણકારી શકિત બની જશે. જયારે પણ તમે સંપૂર્ણ હોવ છો તો કોઇ પણ વસ્તુમાં ત્યારે રૂપાંતરણ થાય છે. પરંતુ આ કઠણ છે કારણ કે આપણે જયાં પણ છીએ તે ફકત આંશિક જ છે સમગ્રતામાં નથી. તો જયારે પણ કાંઇ કરો તો તેમાં તમારો આખો પ્રાણ નાખી દો. જયારે તમે કશું પણ બચાવતા નથી, નાનો ભાગ પણ જુદો નથી રહેતો, જયારે તમે એક સમગ્ર, સંપૂર્ણ છલાંગ લગાવી દો છો, પુરા પ્રાણ એમાં લાગી જાય છે ત્યારે કોઇપણ કાર્ય ધ્યાન પૂર્ણ થાય છે. (૩.૩)
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
