News of Thursday, 25th September 2025
કોલકતા સહિતની જગ્યાએ દુર્ઘટનાના મૃતકોને પૂ.મોરારીબાપુની શ્રધ્ધાંજલીઃ પરિવારજનોને સહાય

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૫: કોલકાતા શહેરમાં ૧૯૭૬ પછી ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૨૬૦ મીમી વરસાદ નોંધાયો છે જેને કારણે સમગ્ર શહેર સરોવરમાં ફેરવાયું હતું.
અતિ ભારે વરસાદને પગલે ચોવીસ પરગણા અને શહેરના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ વરસાદ થયો તેને કારણે ૧૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તત્કાલ સહાય સ્વરુપે ૧,૫૦,૦૦૦ની રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે.
આ સમયમાં મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થયો હતો અને તે દરમિયાન મળતી માહિતી મુજબ ૮ લોકોનાં મોત નિપજયા છે. જેમનાં પરિવારજનોને ૧,૨૦,૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
એ ઉપરાંત થોડા દિવસ પહેલાં પાલઘર વિસ્તારમાં એક મકાન ધરાશયી થઈ જતાં ૨૧ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ લોકોને પણ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડી દેવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મળતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
