News of Thursday, 25th September 2025
ચોમાસાની વિદાય વેળાએ ફરી વરસાદી માહોલ સર્જાશે : દેશના અનેક રાજ્યોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી
સિક્કિમ, બિહાર, ઉત્તર પ્રદેશના તરાઈ વિસ્તાર અને ઉત્તરાખંડમાં હળવા વરસાદની સંભાવના:બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને આસામ સહિત પૂર્વોત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી

નવી દિલ્હી :દેશમાં ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે ત્યારે જતાં જતાં અનેક રાજ્યોમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર પૂર્વ મધ્ય અને ઉત્તરી બંગાળની ખાડીના ઉપરના ભાગમાં ઓછા દબાણનું ક્ષેત્ર એક્ટિવ થયું છે. જેના કારણે અનેક રાજ્યોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાનની આગાહી કરતી સ્કાઈમેટ વેધર અનુસાર આગામી 24થી 48 કલાક દરમિયાન રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને પંજાબ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ સાથે ચોમાસાની વિદાય શરૂ થઈ જશે. જ્યારે હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.
પૂર્વોત્તર ભારત, સિક્કિમ, બિહાર, ઉત્તર પ્રદેશના તરાઈ વિસ્તાર અને ઉત્તરાખંડમાં હળવા વરસાદની સંભાવના છે. બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને આસામ સહિત પૂર્વોત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરાયું છે.
ગુજરાતમાં 27 થી 29 સપ્ટેબર સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ રાજ્યોના કેટલાક ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાક દરમિયાન અહીં હળવાથી મધ્યમ વરસાદની સાથે ક્યાંક-ક્યાંક ભારે વરસાદ પડી શકે છે
યુપીમાં ચોમાસાની વાપસીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી ગતિવિધિઓ ઓછી થવાને કારણે દિવસે તડકો અને ભેજને લીધે બફારાભરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. IMD મુજબ વર્ષ 2025 દરમિયાન ઉત્તર પ્રદેશમાં કુલ વરસાદ સામાન્ય શ્રેણીમાં રહ્યો છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
