<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

'અમે ઇઝરાયલથી ડરીએ છીએ,' સીરિયાના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રમાં સ્વીકાર્યું; મધ્ય પૂર્વમાં શાંતિ માટે અપીલ

હાલમાં, આશા રાખવામાં આવી રહી છે કે યુએસના મધ્યસ્થીથી બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થશે અને મધ્ય પૂર્વમાં શાંતિની નવી શરૂઆત થશે.

ન્યૂ યોર્ક,  વિશ્વ રાજનીતિમાં એક મોટો અને ચોંકાવનારો કૂણુંશક લેવાયો છે. લાંબા સમયથી ચાલી રહેલી તંગદીલી બાદ સીરિયાએ આખરે ઇઝરાયલ સામે નમતું જોખ્યું છે. સીરિયાના નવા રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં એક નિવેદન આપ્યું છે, જેણે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું છે.

શારાનું નિવેદન:
ડિસેમ્બર, 2024માં બશર અલ-અસદને સત્તા પરથી હટાવ્યા બાદ રાષ્ટ્રપતિ બનેલા અહેમદ અલ-શારાએ મંગળવારે યુએનજીએને સંબોધતા કહ્યું કે, "અમે ઇઝરાયલ માટે કોઈ સમસ્યા ઊભી કરી રહ્યા નથી. તેનાથી વિપરીત, અમે ઇઝરાયલથી ડરીએ છીએ. વાટાઘાટોમાં ઇઝરાયલનો વિલંબ અને અમારી સીમાઓનું ઉલ્લંઘન અસંખ્ય જોખમો ઊભા કરી રહ્યું છે."

શા માટે સીરિયાએ નમતું જોખ્યું?
અસદના શાસનકાળ દરમિયાન ઇઝરાયલે સીરિયામાં લશ્કરી થાણાઓ પર વારંવાર હવાઈ હુમલા કર્યા હતા. સીરિયાની નવી સરકાર ઇઝરાયલ સાથે સુરક્ષા કરાર કરવા માંગે છે, જેથી હવાઈ હુમલા બંધ થાય અને ગોલાન હાઇટ્સ બફર ઝોનમાંથી સૈનિકો પાછા ખેંચાય. જો આ કરાર નહીં થાય, તો સમગ્ર મધ્ય પૂર્વમાં નવી અશાંતિ ઊભી થઈ શકે છે.

શાંતિની વાટાઘાટો:
યુએસના ખાસ દૂત ટોમ બરાકે સંકેત આપ્યો છે કે સીરિયા અને ઇઝરાયલ વચ્ચે 'ડી-એસ્કેલેશન' કરાર થવાની શક્યતા છે. આ કરાર હેઠળ ઇઝરાયલ સીરિયામાં હવાઈ હુમલા બંધ કરશે અને સીરિયા ઇઝરાયલની સરહદ નજીક કોઈપણ ભારે લશ્કરી સાધનો તૈનાત નહીં કરે. આ કરાર બંને દેશો વચ્ચે વ્યાપક શાંતિ કરાર માટેનું પ્રથમ પગલું હોઈ શકે છે.

ઇઝરાયલનો સાવચેત પ્રતિભાવ:
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મામલે સાવચેત પ્રતિભાવ આપ્યો છે. તેમણે કહ્યું કે, "સીરિયા અને લેબનોન બંને સાથે શાંતિ માટે નવી તકો ઊભી થઈ છે." જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સીરિયા સાથેના કોઈપણ કરારને આખરી ઓપ આપવામાં સમય લાગશે.

હાલમાં, આશા રાખવામાં આવી રહી છે કે યુએસના મધ્યસ્થીથી બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થશે અને મધ્ય પૂર્વમાં શાંતિની નવી શરૂઆત થશે.

 

(5:07 PM IST)