<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

હેવાનિયતની હદ વટાવી ! કબરમાંથી મહિલાઓના મૃતદેહને બહાર કાઢીને બળાત્‍કાર

રાક્ષસને પણ શરમાવે તેવો ‘માનવ'....કબરો ખોદીને મહિલાઓના મળતદેહો સાથે બળાત્‍કાર કરવાનો એક ભયાનક કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો : ખંડવાના કબ્રસ્‍તાનમાં બે દિવસ પહેલા દફનાવવામાં આવેલી મહિલાઓની કબરો ખુલ્લી મળી આવી હતી, જેનાથી તેમના પરિવારજનો ચોંકી ગયા હતાઃ જ્‍યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ૫૦ વર્ષીય આયુબ ખાનની ધરપકડ કરી હતી

ખંડવા, તા.૨૬: આપણે હંમેશા મહિલા સામેના અત્‍યાચારોની ઘટનાઓ જોતા હોઈએ છીએ. ત્‍યારે એવું લાગે છે કે,સ્ત્રીઓ કયાંય પણ સુરક્ષિત નથી. નાની છોકરીઓથી લઈને વળદ્ધ મહિલાઓ સુધી, તે ઘરથી લઈને તેમના કાર્યસ્‍થળો અને પોલીસ સ્‍ટેશનથી હોસ્‍પિટલો સુધી કયાંય પણ સુરક્ષિત નથી. પરંતુ હવે, એ માનવું પણ મુશ્‍કેલ બની ગયું છે કે, તે હવે તેની કબરમાં પણ સુરક્ષિત નથી. મધ્‍યપ્રદેશના ખંડવામાંથી માનવતાને શર્મશાર કરતો કિસ્‍સો સામે આવ્‍યો છે. એક વ્‍યક્‍તિ મહિલાઓની કબરો ખોદીને તેમના શરીર સાથે છેડછાડ કરતો હોવાની ઘટનાથી સમગ્ર વિસ્‍તારમાં ઓહાપો મચી ગયો છે.

 ખંડવાના એક કબ્રસ્‍તાનમાં બે દિવસ પહેલા એક મહિલાના મળતદેહને દફનાવવામાં આવ્‍યો હતો. જે બાદ તેનો પરિવાર ધાર્મિક વિધિ માટે ત્‍યા પહોંચ્‍યા હતા. જોકે, ત્‍યાની સ્‍થિતિ જોઈને પરિવારના સભ્‍યો ચોંકી ગયા હતા. આસપાસ નજર નાખતાં, તેમને બીજી તાજી કબર સાથે પણ આવી જ ઘટના જોવા મળી હતી. પરિવારે શહેરના કાઝી, કબ્રસ્‍તાન વ્‍યવસ્‍થાપન સમિતિ અને પોલીસને જાણ કરી હતી. બધા તરત જ ઘટનાસ્‍થળે પહોંચી ગયા અને ઘટનાને ગંભીરતાથી લીધી હતી. આ ઘટનાથી પ્ર‘ો ઉભા થયા કે, આ કોણ કરી શકે? શા માટે? તેની પાછળનો હેતુ શું હતો? ત્‍યા એ પણ ચિંતા વ્‍યક્‍ત કરવામાં આવી કે, શુંસ્ત્રી તેની કબરમાં પણ સુરક્ષિત નથી?

મળતક મહિલાના ભત્રીજાએ કહ્યું કે, અમે અમારી ફઈની કબર પર નમાજ પઢવા માટે આવ્‍યા હતા અને તે ખુલ્લી મળી હતી. જ્‍યારે અમે આગળ ગયા, ત્‍યારે અમને બીજી કબર પણ ખુલ્લી મળી હતી. અમે પોલીસ સ્‍ટેશન ગયા અને પોલીસને જાણ કરી હતી. આ બાદ, પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને કબ્રસ્‍તાનના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી.

જણાવવામાં આવ્‍યું હતું કે, ત્રણ મહિના પહેલા પણ આવી જ ઘટના બની હતી, ત્‍યારબાદ ત્‍યાં ઘ્‍ઘ્‍વ્‍સ્‍ કેમેરા લગાવવામાં આવ્‍યા હતા. ફૂટેજમાં એક ચોંકાવનારું દ્રશ્‍ય બહાર આવ્‍યું હતું. રાતના અંધારામાં એક યુવાન નગ્ન અવસ્‍થામાં કબર તરફ ચાલતો જોવા મળ્‍યો હતો. જ્‍યારે તેણે CCTV કેમેરા જોયા, ત્‍યારે તેણે કબર પરથી કપડું ઉપાડ્‍યું અને કેમેરા ઢાંકી દીધો હતો. જોકે, આ દ્રશ્‍ય બીજા કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેની તેને ખબર નહોતી. અન્‍ય બીજા ફૂટેજમાં દિવસના આ જ શંકાસ્‍પદ યુવાન કબર પાસે રેકી કરતો પણ દેખાતો હતો.

શહેરના કાઝી સૈયદ નિસાર અલીએ જણાવ્‍યું હતું કે, ખંડવાના મોટા કબ્રસ્‍તાનમાં પહેલા ચારથી છ કબરોને નુકસાન થયું હતું. આજે સવારે સમાચાર આવ્‍યા હતા કે, બે કબરો ખુલ્લી મળી આવી છે. પાછલી ઘટના પછી, સમિતિએ CCTV કેમેરા લગાવ્‍યા હતા, તેના ફાયદા હવે દેખાઈ રહ્યા છે. આ ઘટનાથી મુસ્‍લિમ સમુદાય ખૂબ જ ગુસ્‍સે ભરાયો હતો. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી અને તાત્‍કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજથી આરોપીને શોધવામાં મદદ મળી હતી. જ્‍યારે પોલીસે તે ફૂટેજ આસપાસના પોલીસ સ્‍ટેશનમાં મોકલવામાં આવતા, જાવર પોલીસ સ્‍ટેશનને મહત્‍વપૂર્ણ માહિતી મળી હતી.

મુંડવારા ગામના ૫૦ વર્ષીય ઇસ્‍માઇલ ખાનનો પુત્ર આયુબ કદ-કાઠી ધરાવે છે અને તેનો ગુનાહિત રેકોર્ડ પણ છે. તેણે ચોરી અને હત્‍યા સહિતના ગંભીર ગુનાઓમાં સજા ભોગવી છે. તે પોલીસ સ્‍ટેશનમાં દેખરેખ હેઠળના ગુનેગારના લિસ્‍ટમાં પણ છે. આથી, પોલીસે ગઈકાલે મોડી રાત્રે હરસુદ નજીક આયુબની ધરપકડ કરી હતી. કડક પૂછપરછ બાદ તેણે ગુનો કબૂલી લીધો હતો. તેણે ખુલાસો કર્યો કે, મે મહિનામાં તેણે ખંડવા અને સિહારા કબ્રસ્‍તાનમાં બે તાજી કબરો પણ ખોદી હતી, જે મહિલાઓની હતી.

એસપીએસપી મનોજ કુમાર રાયે જણાવ્‍યું હતું કે, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્‍યો હતો. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્‍પદ પુરુષ દેખાઈ આવ્‍યો હતો. તપાસમાં જાણવા મળ્‍યું કે, આ ઘટના પાછળ મુંડવારા ગામનો ગુનેગાર આયુબ હતો. તેને હરસુદ નજીકથી પકડવામાં આવ્‍યો હતો. પૂછપરછ દરમિયાન, તેણે ૧૯મી મેના રોજ ખંડવા અને સિહારા કબ્રસ્‍તાનમાં સમાન ગુના કર્યા હોવાની કબૂલાત કરી હતી.

એસપી મનોજ કુમાર રાયે જણાવ્‍યું હતું કે, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્‍યો હતો. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્‍પદ પુરુષ દેખાઈ આવ્‍યો હતો. તપાસમાં જાણવા મળ્‍યું કે, આ ઘટના પાછળ મુંડવારા ગામનો ગુનેગાર આયુબ હતો. તેને હરસુદ નજીકથી પકડવામાં આવ્‍યો હતો. પૂછપરછ દરમિયાન, તેણે ૧૯મી મેના રોજ ખંડવા અને સિહારા કબ્રસ્‍તાનમાં સમાન ગુના કર્યા હોવાની કબૂલાત કરી હતી.

તેણે ૨૧મી સપ્‍ટેમ્‍બરની રાત્રે ત્રીજી ઘટનાને અંજામ આપ્‍યો હતો. તેણે જણાવ્‍યું હતું કે, જેલમાં રહેલા એક વ્‍યક્‍તિએ તેને તાંત્રિક વિધિઓ કરવા માટે ઉશ્‍કેર્યો હતો, જેના કારણે આ ત્રણ ઘટનાઓ બની હતી. તેની સામે NSA કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આરોપી આયુબના ક્રૂર કળત્‍યોને કારણે, તેના પરિવાર જ નહીં, પરંતુ ગામલોકો પણ તેનાથી અંતર જાળવી રાખી રહ્યા છે. તેના વિરુદ્ધ પોલીસમાં એક ડઝનથી વધુ ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેણે આ પહેલા તેની બે પત્‍નીઓની હત્‍યા કરી હતી. બંને પત્‍નીઓની હત્‍યા માટે આજીવન કેદની સજા ભોગવી રહેલા આ આરોપીને જામીન મળતા ૧૫ મે, ૨૦૨૫ ના રોજ ઇન્‍દોર સેન્‍ટ્રલ જેલમાંથી મુક્‍ત થયો હતો. આઘાતજનક રીતે, તેની મુક્‍તિના માત્ર ચાર દિવસ પછી, ૧૯ મેના રોજ, તેણે ખંડવા અને સિહારાના કબ્રસ્‍તાનમાં મહિલાઓની તાજી કબરોને અપવિત્ર કરી હતી. પછી, ૨૧ સપ્‍ટેમ્‍બરના રોજ, તેણે એ જ ક્રૂર કળત્‍યનું પુનરાવર્તન કર્યું હતું.(

(4:00 PM IST)