<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

બિહારઃ પીએમ મોદીએ ‘મુખ્‍યમંત્રી મહિલા રોજગાર યોજના'નો પ્રારંભ કર્યો

મહિલાઓ માટે મોટી ભેટઃ દરેકના ખાતામાં ૧૦ હજાર રૂપિયા ટ્રાન્‍સફર

પટણા, તા.૨૬: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ વિડીયો કૉન્‍ફરન્‍સ દ્વારા બિહારની મહિલાઓને આર્થિક સ્‍વાવલંબન તરફ પ્રોત્‍સાહિત કરવા માટે મુખ્‍યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના અંતર્ગત બિહાર સરકાર મહિલાઓને પોતાનો નાનકડો વ્‍યવસાય શરૂ કરવા માટે સીધી આર્થિક સહાય પૂરી પાડશે. યોજનાની શરૂઆત સાથે જ રાજ્‍યની આશરે ૭૫ લાખ મહિલાઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તા રૂપે રૂ.૧૦,૦૦૦-રૂ.૧૦,૦૦૦ની રકમ જમા કરાવવામાં આવી છે, જેના દ્વારા તેઓ તાત્‍કાલિક રીતે પોતાના રોજગાર માટે નાનું મૂડી રોકાણ કરી શકે. કુલ રૂ.૭,૫૦૦ કરોડનો જથ્‍થો સીધો લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્‍યો છે.

આ યોજના અંતર્ગત મહિલાઓને માત્ર આર્થિક સહાય જ નહીં પરંતુ વ્‍યવસાયિક તાલીમની સુવિધા પણ આપવામાં આવશે, જેથી તેઓ યોગ્‍ય કૌશલ્‍ય હાંસલ કરીને પોતાના પગ પર ઊભી રહી શકે. તાલીમમાં નાના ઉદ્યોગો, હસ્‍તકલા, સેવા ક્ષેત્રો અને કળષિ આધારિત કારોબાર જેવી પ્રવળત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. ભવિષ્‍યમાં આ યોજનામાં સામેલ મહિલાઓને રૂ.૨ લાખ સુધીની વધારાની આર્થિક સહાય મળવાની શકયતા છે, જેથી તેઓ પોતાનો વ્‍યવસાય વિસ્‍તારી શકે અથવા નવી પહેલ કરી શકે.

અત્‍યાર સુધીમાં ૧ કરોડથી વધુ મહિલાઓએ આ યોજના માટે ફોર્મ ભર્યા છે, જે રાજ્‍યની મહિલાઓમાં વધતી સ્‍વાવલંબનની ઈચ્‍છાને દર્શાવે છે. યોજનાનો હેતુ માત્ર આર્થિક સહાય પૂરી પાડવાનો નથી, પરંતુ મહિલાઓને રોજગાર સર્જન, આવક વધારો અને આત્‍મવિશ્વાસમાં વળદ્ધિ માટે પ્રેરિત કરવાનો છે, જેથી બિહારના ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારમાં મહિલાઓ પોતાના નાના ઉદ્યોગો સ્‍થાપીને પરિવાર અને રાજ્‍યના વિકાસમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપી શકે.

(3:32 PM IST)