<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

૧૦૦ રૂપિયાની લાંચના આરોપમાંથી ૩૯ વર્ષે નિર્દોષ જાહેર થયો સરકારી કર્મચારી

 

રાયપુરઃ તા.ર૬,રાયપુરમાં રહેતા ૮૩ વર્ષના જાગેશ્વર પ્રસાદ અવધિયાએ આખી જિંદગી પોતાની જાતને ૧૦૦ રૂપિયાની લાંચના આરોપમાંથી મુક્‍ત થવાનો કેસ લડવામાં લગાવી દીધી હતી. ૩૯ વર્ષ પહેલાં ૧૯૮૬માં જયારે તે મધ્‍ય પ્રદેશના સ્‍ટેટ રોડ ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશનના રાયપુર કાર્યાલયમાં સહાયક પદ પર કામ કરી રહ્યા હતા ત્‍યારે અન્‍ય એક કર્મચારીએ તેમના પર ૧૦૦ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્‍યો હતો. આરોપ સાબિત કરવા માટે અને રંગેહાથ પકડવા માટે ચલણી નોટોને કેમિકલથી ધોઈને એને સબૂત તરીકે રજૂ કરવામાં આવી. જાગેશ્વર પ્રસાદ પોતે નિર્દોષ છે અને પોતે કંઈ નથી કર્યું એમ કહેતા રહ્યા, પણ કોઈએ સાંભળ્‍યું નહીં. એ આરોપને કારણે તેમની નોકરી ગઈ. નોકરી ન મળવાથી પરિવાર ગુમાવવો પડ્‍યો અને લાંચના કલંક સાથે જેલમાં પણ દ્યણાં વર્ષો રહ્યા. જોકે છત્તીસગઢ હાઈ કોર્ટે ગયા અઠવાડિયે જાગેશ્વર પ્રસાદને નિર્દોષ જાહેર કર્યા. જોકે આ તબક્કે હવે જાગેશ્વર પ્રસાદને પોતાના પરથી આળ નીકળી ગયું એની ખુશીને બદલે હવેની જિંદગી કેવી રીતે જીવવી એ મોટો સવાલ છે. ન્‍યાયવ્‍યવસ્‍થા આટલી ધીમી હોય ત્‍યારે કોઈ માણસની આખી જિંદગી બરબાદ થઈ જતી હોય છે. આખી યુવાની કલંક સાથે જીવ્‍યા પછી હવે જાગેશ્વર પ્રસાદે સરકાર પાસે અરજી કરી છે કે તેમને પેન્‍શન મળવું જોઈએ જેથી તે આગળનું જીવન શાંતિથી વિતાવી શકે

(3:51 PM IST)