<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

ઇઝરાયેલનો ગાઝા ઉપર AIથી હુમલોઃ માઇક્રોસોફટે સેવા બંધ કરી

વોશિંગ્‍ટન, તા.૨૭: ઝરાયેલે ગાઝામાં તેના હુમલા માટે એઆઇનો ઉપયોગ કરતાં માઇક્રોસોફ્‌ટે તેને આપવામાં આવતી કલાઉડ સર્વિસ બંધ કરી છે. માઇક્રોસોફ્‌ટે આ જાણકારી બહાર આવ્‍યા પછી મચેલા ઉહાપોહના પગલે ઇઝરાયેલના લશ્‍કરના એક યુનિટને તેની કેટલીક સેવા બંધ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે ઇઝરાયેલ ક્‍લાઉડ કમ્‍પ્‍યુટિંગ અને એઆઈનો ઉપયોગ ગાઝામાં પેલેસ્‍ટાઇનીઓના સર્વેલન્‍સ માટે કરતું હતું.

માઇક્રોસોફ્‌ટનું કહેવું છે કે ઇઝરાયેલ ગાઝામાં કેટલાય હુમલામાં તેની ટેકનોલોજીનો ઉપયોગ કરી ચૂકયું છે, તેથી આ સર્વિસિઝ રોકવી જરૂરી છે. આ વર્ષે અગાઉ એસોસિયેટ પે્રસ અને ગાર્ડિયનના રિપોર્ટમાં જણાવાયું હતું કે ઇઝરાયેલનું લશ્‍કર કેવી રીતે ગાઝામાં યુદ્ધ કરવા અને વેસ્‍ટ બેન્‍કમાં કબ્‍જો કરવા માટે માઇક્રોસોફ્‌ટના એઝ્‍યોર પ્‍લેટફોર્મનો ઉપયોગ કરે છે.

માઇક્રોસોફ્‌ટના પ્રસિડેન્‍ટ બ્રેડ સ્‍મિથે એક બ્‍લોગ પોસ્‍ટમાં જણાવ્‍યું હતું કે સર્વિસિઝના નિયમોનું પાલન કરવા માટે જ આ પગલું ઉઠાવવામાં આવ્‍યું છે. એપીના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે માઇક્રોસોફ્‌ટ ડેટા મુજબ ઇઝરાયેલ ગીગાબાઇટ્‍સમાં ડેટાસ્‍ટોરેજનો ઉપયોગ કરતું હતું. આ ઉપરાંત લેંગ્‍વેજ ટ્રાન્‍સલેશન માટે પણ તે એઆઇનો ઉપયોગ કરતું હતું. આ ઉપરાંત તે એઝયોર દ્વારા બધી જાણકારીઓ એકત્રિત કરે છે. તેનું ભાષાંતર કરવામાં આવે છે. ફોન કોલ અને ટેકસ્‍ટ મેસેજને પણ સર્વેન્‍સમાં રાખવામાં આવે છે.

ઇઝરાયેલના યુનિટ ૮,૨૦૦ના કમાન્‍ડર સીધા માઇક્રોસોફ્‌ટના ચેરમેન અને સીઇઓ સત્‍ય નડેલાને ૨૦૨૧માં મળ્‍યા હતા. બસ ત્‍યારથી ઇઝરાયેલ યુનિટને માઇક્રોસોફ્‌ટની સેવા શરૂ થઈ હતી. તેણે એઆઇ પાવર્ડ માસ સર્વેલન્‍સ સિસ્‍ટમનો ઉપયોગ કરવા માંડયો. તેના દ્વારા તે પેલેસ્‍ટાઇની નાગરિકોના લાખો ટેલિફોન કોલ્‍સનું ભાષાંતર કરતું હતું, તેની સમીક્ષા કરતું હતું. તેનો ડેટા યુરોપમાં સ્‍ટોર થતો હતો.

(3:30 PM IST)