News of Sunday, 28th September 2025
લોકપ્રિય શો ‘ઇન્ડિયન આઇડલ’ સિઝન-16 એક નવા જ અંદાજ સાથે 18 ઓક્ટોબરથી શરુ થશે
ઇન્ડિયન આઇડિયલ’ સિઝન-16નો પહેલો પ્રોમો રિલીઝ :આ વખતે આ શો નું નામ ‘યાદોનું પ્લેલિસ્ટ’ રખાયું

મુંબઈ : સોની એન્ટરટેઇનમેન્ટ પર ધૂમ મચાવનારા અને ખૂબ જ લોકપ્રિય શો ‘ઇન્ડિયન આઇડલ’ સિઝન-16 એક નવા જ અંદાજ સાથે શરુ થવા જઈ રહ્યો છે. ઇન્ડિયન આઇડલની સિઝનના ચાહક વર્ગ માટે આ ખુશીના સમાચાર છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ડિયન આઇડલ સિઝન-16 ફરી એકવાર મહેફિલ સજાવશે.
‘ઇન્ડિયન આઇડિયલ’ સિઝન-16નો પહેલો પ્રોમો રિલીઝ થઈ ગયો છે અને તે એક નવી જ થીમ સાથે ફરીથી જોવા મળશે. આ વખતે આ શો નું નામ ‘યાદોનું પ્લેલિસ્ટ’ નામ રાખવામાં આવ્યું છે.
ઇન્ડિયન આઇડિયલ-16ની નવી સિઝન 18 ઓક્ટોબર 2025થી સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલિવિઝન પર શુભારંભ થવા જઈ રહ્યો છે. આ સિવાય પણ સોની લીવ પર પણ તે સ્ટ્રીમિંગ માટે જોવા મળશે.
આ વખતે શોના મેકર્સે ઇન્ડિયન આઇડલની આ નવી સિઝનને ‘યાદોનું પ્લેલિસ્ટ’ નામ આપ્યું છે. મતલબ કે શોનો મહત્વનો ભાગ ઓલ્ડ ગીતોને વર્તમાનની સાથે જોડવા પર કેન્દ્રિત કરવામાં આવશે. આ સાથે-સાથે સિઝન પણ ‘ઈમોશન્સ’, ‘યાદો’ અને શાનદાર ટેલેન્ટથી ભરપૂર રહેશે.
સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલિવિઝનના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ શેર કરતા લખ્યું છે ‘જુઓ ઇન્ડિયન આઇડલ સિઝન-16 આગામી 18 ઓક્ટોબરથી શરુ થઈ રહી છે. યાદોનું પ્લેલિસ્ટ ઇન્ડિયન આઇડલની નવી સિઝન રહેશે.
આ શોના જજની લિસ્ટમાં ત્રણ નામ મોખરે છે. જેમનો સંગીતની દુનિયાના ફેમસ નામોમાં સમાવેશ થાય છે. આ નામોમાં વિશાલ દાદલાણી, શ્રેયા ઘોષાલ અને રેપર બાદશાહનો સમાવેશ થાય છે. આ હસ્તીઓ જજ બનીને કન્ટેસ્ટન્ટોની આગળની સફર નક્કી કરશે. આ સાથે તેઓ જૂના ગીતોને નવા અંદાજમાં પણ પેશ કરશે.
ઇન્ડિયન આઈડલ શોની શરૂઆત 2004માં થઈ હતી. શરુઆતથી લઈને આ રિયાલિટી શો ચાહકોનો ખૂબ જ મનપસંદ શો બની રહ્યો છે. આ શોએ દેશને કેટલાય સારા સિંગરો આપ્યા છે. જેમાં નેહા કક્કર, સલમાન અલી જેવા નામનો સમાવેશ થાય છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
