<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

૮૧ ગ્રામના ટચૂકડા કાચબાના મૂત્રાશયમાંથી પથરી કાઢી

મુંબઈમાં એક પાળતુ બેબી કાચબાના શરીરમાં એના કદની સરખામણીએ ઘણી મોટી કહેવાય એવી પથરી થઈ હતી

 

મુંબઈ તા.૨૯:  મુંબઈમાં એક પાળતુ બેબી કાચબાના શરીરમાં એના કદની સરખામણીએ ઘણી મોટી કહેવાય એવી પથરી થઈ હતી. જસ્‍ટ ૮૧ ગ્રામ વજન ધરાવતા કાચબાના મૂત્રાશયમાં ૨૦ ગ્રામ જેટલી પથરી થઈ હતી. જોકે એની એના માલિકને એમ જ ખબર નહોતી પડી. છેલ્‍લા થોડા સમયથી કાચબો કંઈ ખાઈ નહોતો રહ્યો અને એમ જ હાલ્‍યા-ચાલ્‍યા વગર કે ઍક્‍ટિવિટી વિના સુસ્‍ત પડી રહ્યો હતો. માલિક એને પ્રાણીઓના નિષ્‍ણાત પાસે લઈ ગયો, જ્‍યાં એના શરીરની ઓવરઑલ તપાસ કરતાં ખબર પડી કે આ ટર્ટલના મૂત્રાશયમાં પાંચથી સાત ગ્રામ વજનની પથરી છે. ૧.૨ ઇંચની પથરીને કાઢવા માટે ડો. રીના દેવ નામના પ્રાણીઓના ડોક્‍ટરે સર્જરી કરી હતી. એ માટે એની પીઠ પરના કડક ભાગને કાપીને અંદરથી લગભગ સવા ઇંચની પથરી કાઢવામાં આવી હતી. ઘણી વાર પૂરતું પાણી ન પીવાને કારણે કાચબાઓમાં આવું જોવા મળે છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે આ સર્જરીની પૂરી રિકવરી થતાં બે મહિના લાગશે.(૩૮.૮)

(9:38 AM IST)