News of Monday, 29th September 2025
બાંગ્લાદેશઃ બળાત્કાર વિરોધી પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી : ગોળીબારમાં ૩ લોકોના મોત
બજારમાં આદિવાસી લોકોની દુકાનો અને ઘરોને લૂંટી લેવામાં આવ્યા અને આગ લગાવી દેવામાં આવી

ઢાકા, તા.૨૯: રવિવારે બપોરે બાંગ્લાદેશના ખાગરાછરી જિલ્લાના ગુઇમારા ઉપજિલ્લામાં એક શાળાની છોકરી પર બળાત્કાર સામે વિરોધ પ્રદર્શન દરમિયાન ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ ઘટનામાં અન્ય ચાર લોકો ઘાયલ થયા. જુમ્મા છાત્ર જનતા મંચના નેજા હેઠળ પ્રદર્શનકારીઓ ગુઇમારા રોડ બ્લોક કરી રહ્યા હતા. સુરક્ષા દળો સવારે ૧૧:૩૦ વાગ્યે પહોંચ્યા, જેના કારણે ઝઘડો થયો અને ભારે ગોળીબાર થયો. હિંસા બાદ દુકાનો લૂંટી લેવામાં આવી અને આગ લગાવવામાં આવી.
ગોળીબાર બાદ, ગુઇમારાના રામેશુ બજારમાં ઘણી દુકાનો, જે મોટાભાગે આદિવાસી લોકોની માલિકીની હતી, લૂંટી લેવામાં આવી અને આગ ચાંપી દેવામાં આવી. નજીકના ઘરોમાં પણ તોડફોડ કરવામાં આવી, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે કાયદા અમલીકરણ કર્મચારીઓએ દરમિયાનગીરી કરતા પહેલા તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. બપોરે ૧:૦૦ વાગ્યાની આસપાસ, લગભગ ૨૫ લોકોએ બજારમાં લૂંટ ચલાવી અને આગ લગાવી દીધી.
સશષા દળોની મીડિયા શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક નિવેદન બહાર પાડીને યુનાઇટેડ પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (UPFD) અને તેના સાથીઓ પર ખાગરાછડીમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. ISPR એ જણાવ્યું હતું કે UPFD કાર્યકરોએ રામેશુ બજારમાં રસ્તો રોકી દીધો હતો, કલમ ૧૪૪નું ઉલ્લંઘન કર્યું હતું અને બંગાળી સમુદાયના સભ્યો સાથે અથડામણ કરી હતી.
ISPR અનુસાર, જ્યારે સૈન્ય કર્મચારીઓએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સશષા જૂથોએ તેમના પર ઇંટો, લાકડીઓ અને ઇમ્પ્રુવાઇઝ્ડ હથિયારોથી હુમલો કર્યો. હુમલામાં ત્રણ અધિકારીઓ સહિત દસ સૈનિકો ઘાયલ થયા હતા. BGB કર્મચારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, અને તેમના એક વાહનને નુકસાન થયું હતું. ISPR એ આરોપ લગાવ્યો છે કે સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ, UPDF ના સશષા સભ્યોએ રામેશુ બજારની પશ્ચિમમાં એક ટેકરી પરથી ઓટોમેટિક હથિયારોથી ૧૦૦-૧૫૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું.
ખાગરાછરી સિવિલ સર્જન મોહમ્મદ સાબેરે પુષ્ટિ આપી કે ત્રણ લોકોને મળત અને ચાર ઘાયલોને સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ગળહ મંત્રાલયે આ ઘટના પર ઊંડો દુઃખ વ્યક્ત કર્યો હતો. મંત્રાલયે દાવો કર્યો હતો કે ‘દુષ્ટ' લોકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને એક મેજર સહિત ૧૩ સૈન્ય કર્મચારીઓ અને ગુઇમારા પોલીસ સ્ટેશન અધિકારી સહિત ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મંત્રાલયે ખાતરી આપી હતી કે તપાસ બાદ ગુનેગારોને સજા કરવામાં આવશે અને કોઈ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.
જુમ્મા વિદ્યાર્થી જનતાએ બળાત્કાર પીડિતા માટે ન્યાયની માંગણી સાથે આજથી ત્રણ પહાડી જિલ્લાઓમાં અનિશ્ચિત સમય માટે રસ્તા નાકાબંધીની જાહેરાત કરી છે. જૂથનો આરોપ છે કે સેના અને વસાહતીઓએ ગુઇમારામાં લૂંટફાટ અને આગચંપી કરી હતી, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા. તેમની માંગણીઓમાં બાકીના બે આરોપીઓની તાત્કાલિક ધરપકડ, પીડિતા માટે પૂરતું નાણાકીય વળતર અને વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે વળતરનો સમાવેશ થાય છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
