<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરમાં વસતા ભારતીય સમુદાય દ્વારા ભારતીય સંસ્‍કળતિના વિદેશમાં દર્શન

નવરાત્રી નિમિત્તે નોર્થ શોર ઇન્‍ડિયન એસોસિએશન સોસાયટી દ્વારા ભવ્‍ય રાસ ગરબાની રમઝટ : ઇવેન્‍ટ ફિડા સ્‍ટેડિયમ ખાતે ભવ્‍ય આયોજનઃ હજારો ખેલૈયાઓએ રાસ ગરબા રમીને માતાજીની આરાધના કરીઃ ન્‍યૂઝીલેન્‍ડની કિવી યુવતીઓ ભારતીય સંસ્‍કળતિથી પ્રભાવિત

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૨૯: ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરમાં વસતા ભારતીય સમુદાયના લોકો પોતાની પ્રાચીન સમયના દરેક તહેવારોની ઊજવણી કરે આવી જ રીતે નવરાત્રી નિમિત્તે ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરમાં નવરાત્રી નિમિત્તે ભવ્‍ય રાસ ગરબાનુ આયોજન કરવામાં આવેલ છે અને ભારતીય સમુદાય અને ખાસ કરીને મોટાભાગના ગુજરાતી સમાજના લોકો મોટી સંખ્‍યામાં રાસ ગરબા રમવા પધારે છે.

ખાસ કરીને ન્‍યૂઝીલેન્‍ડની કિવી યુવતી ઓ ખાસ ભારતીય સંસ્‍કળતિથી પ્રભાવિત થયા છે અને બહોળી સંખ્‍યામાં ન્‍યૂઝીલેન્‍ડની કીવી યુવતીઓ ભારતીય સંસ્‍કળતિને અનુરૂપ ડ્રેસ પહેરીને માતાજીની આરાધના કરે છે અને ગરબા લે છે આતકે ચાઇનીઝ સમાજની યુવતીઓ ગરબા રમવા આવે છે નવરાત્રી નિમિત્તે ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરમાં સંસ્‍થા દ્વારા છેલ્લા ૧૬ વર્ષ નવરાત્રી નિમિત્તે રાસ ગરબાનુ ભવ્‍ય આયોજન કરવામાં આવે છે અને ભારતીય સમુદાયના ગુજરાતી, પંજાબી, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન સહિતનાં રાજ્‍યોમાંના હજારો લોકો નવરાત્રી નિમિત્તે ખાસ પુજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવે છે.

એક સાથે હજારો લોકો ગરબા રમી માતાજીની આરાધના કરે છે  સાત સંમંદર પાર ભારતીય સંસ્‍કળતિને માણવા માટે અન્‍ય દેશના નાગરિકોને પણ ભારતીય સંસ્‍કળતિથી પ્રભાવિત થયા હતા અને તે ઓ પણ ભારતીય લોકો સાથે ગરબે રમી નવરાત્રીની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

આ કાર્ર્યક્રમ ને સફળ બનાવવા સેવા ભાવિ યુવાનો જહેમત ઉઠાવી ભવ્‍ય આયોજન કરવામાં આવેલ તેમજ રાસ ગરબામાં બેસ્‍ટ પરફોર્મન્‍સ કરનાર ખેલૈયાઓને ગીફ્‌ટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા અને હજારો લોકોએ એકી સાથે ગરબા લઇ જાણે ભારતમાં નવરાત્રીની ઉજવણી કરી એ છીએ તેવો અહેસાસ થાય છે

(2:14 PM IST)