News of Monday, 29th September 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ૧૦૪
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ-૧૦૪:‘‘હે શકિત, દરેક આભાસ સીમિત છે, સર્વશકિતમાનમાં વિલીન થઇ રહ્યો છે''
આને તમે એક ધ્યાન બનાવી શકો છો. એક કલાક માટે બેસી જાઓ અને આને કરી જુઓ. કયાંય કોઇ સીમા મત બનાવો. જે પણ સીમા હોય એની પાર શોધવાનો પ્રયાસ કરો અને ચાલતા ચાલ્યા જાઓ. જલ્દીથી મન થાકી જાય છે. કારણ કે મન અસીમ સાથે ચાલી શકતું નથી. મન ફકત સીમિત સાથે જ જોડાઇ શકે છે. અસીમ સાથે મન નથી જોડાતું મન કંટાળી જાય છે, થાકી જાય છે અને કહે છે- બહું થયું, હવે બસ કરો! પરંતુ રોકાશો નહી, ચાલતા રહો. એક ક્ષણ આવશે કે જયારે મન પાછળ રહી જાય છે અને ફકત ચેતના જ બચે છે. એ ક્ષણમાં તમને અખંડતાનું, અદ્ધૈતનું જ્ઞાન થશે. એ જ લક્ષ્ય છે. આ ચેતનાનું સર્વોચ્ચ શિખર છે અને મનુષ્યના મનને માટે આ પરમઆનંદ છે. ગહનત્તમ સમાધિ છે
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
