<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

૧૦૦ વર્ષની સફર! ડૉ. હેડગેવારના ઘરમાં માત્ર ૧૭ લોકોની હાજરીમાં થઈ હતી RSSની સ્થાપના; જાણો એ ૧૭ સંસ્થાપકોના નામ!

નોંધનીય છે કે ડૉ. હેડગેવારે કોંગ્રેસ પાર્ટી છોડીને RSSની રચના કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વતંત્ર ભારતમાં હિન્દુ સમાજની જાગૃતિ માટે એક મજબૂત સંગઠન બનાવવાનો હતો.

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ટૂંક સમયમાં જ તેના ૧૦૦ વર્ષની ઐતિહાસિક સફર પૂરી કરવા જઈ રહ્યું છે. ૨ ઓક્ટોબરે વિજયાદશમીના પર્વ સાથે સંઘ તેના શતાબ્દી વર્ષની ઉજવણી શરૂ કરી રહ્યું છે.

આ સંગઠનની સ્થાપના ૨૭ સપ્ટેમ્બર, ૧૯૨૫ ના રોજ દશેરાના પવિત્ર દિવસે નાગપુરના મોહિતેના વાડામાં થઈ હતી, જે સંઘના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારનું નિવાસસ્થાન હતું. આ જ કારણ છે કે RSS દર વર્ષે દશેરાને એક મુખ્ય ઉત્સવ તરીકે ઉજવે છે અને સરઘસોનું આયોજન કરે છે.

રસપ્રદ વાત એ છે કે, જે દિવસે RSS ની સ્થાપના થઈ, તે દિવસે ડૉ. હેડગેવાર સાથે માત્ર ૧૭ વ્યક્તિઓ હાજર હતા. આ નામો દેશભરના સ્વયંસેવકો માટે આજે પણ આસ્થાનું કેન્દ્ર છે.

સંઘની પ્રથમ બેઠકમાં હાજર ૧૭ મહાનુભાવો

ડૉ. હેડગેવારના નિવાસે યોજાયેલી આ પ્રથમ બેઠકમાં હાજર ૧૭ વ્યક્તિઓના નામ નીચે મુજબ છે:

1. ડૉ. કેશવ બલિરામ હેડગેવાર 2. બાપુજી સાઠે 3. પ્રહલાદ ઠાકર 4. બાલાજી હેડગેવાર 5. બાપુરાવ ભેડી 6.ભાઈજી કાવરે 7.    અન્ના સોહની 8. વિશ્વનાથ રાવ કેલકર  9. રઘુનાથરાવ બંદે 10.અન્ના વૈદ્ય 11. નરહર પાલેકર 12. દાદારાવ પરમાર્થ 13. અન્નાજી ગાયકવાડ 14. બાબુરાવ તેલંગ
15. તાત્યા તેલંગ 16. બાળાસાહેબ આઠાલય 17. ભાઈજી ડફે

નોંધનીય છે કે ડૉ. હેડગેવારે કોંગ્રેસ પાર્ટી છોડીને RSSની રચના કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વતંત્ર ભારતમાં હિન્દુ સમાજના જાગૃતિ માટે એક મજબૂત સંગઠન બનાવવાનો હતો. RSS એ અત્યાર સુધીમાં ત્રણ પ્રતિબંધોનો સામનો કર્યો છે, પરંતુ દરેક વખતે તે પહેલા કરતાં વધુ મજબૂત બનીને ઉભરી આવ્યો છે. ડૉ. હેડગેવારનું આ ઘર આજે પણ દેશભરના સ્વયંસેવકો માટે આસ્થાનું કેન્દ્ર છે.

 

(6:45 PM IST)