News of Monday, 29th September 2025
ટ્રમ્પનો બોલિવૂડ પર '૧૦૦% ટેરિફ બોમ્બ'!: અમેરિકાની બહાર બનેલી તમામ ફિલ્મો પર ૧૦૦% ડ્યુટીની જાહેરાત, ભારતીય ફિલ્મ ઉદ્યોગને મોટો ફટકો!
જો ભારતીય ફિલ્મો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવામાં આવે છે, તો અમેરિકામાં ભારતીય ફિલ્મો જોવી મોંઘી થઈ જશે: છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં ભારતીય ફિલ્મોના બિઝનેસમાં નોંધપાત્ર વધારો

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર આખી દુનિયાને મોટો ઝટકો આપ્યો છે. તેમણે અમેરિકાની બહાર બનેલી તમામ ફિલ્મો પર ૧૦૦ ટકા ટેરિફ (જકાત) લગાવવાની જાહેરાત કરી છે. માનવામાં આવે છે કે ટ્રમ્પના આ નિર્ણયની ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર પણ ગંભીર અસર પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ શેર કરીને આ નિર્ણયની જાહેરાત કરી.
'કોઈએ બાળકની મીઠાઈ છીનવી લીધી હોય...'
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, "અન્ય દેશો દ્વારા આપણા ફિલ્મ ઉદ્યોગને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી લૂંટવામાં આવ્યો છે, જેમ કોઈ બાળકની મીઠાઈ છીનવી લેવામાં આવે છે."
તેમણે ઉમેર્યું કે, "આ લાંબા સમયથી ચાલી રહેલી, વણઉકેલાયેલી સમસ્યાને ઉકેલવા માટે, હું બધી વિદેશી-નિર્મિત ફિલ્મો પર ૧૦૦% ટેરિફ લાદીશ."
ભારતને કેમ અસર થશે?
છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં ભારતીય ફિલ્મોના બિઝનેસમાં નોંધપાત્ર વધારો થયો છે.
કોરોના રોગચાળા પહેલા, અમેરિકામાં ભારતીય ફિલ્મ બજાર માત્ર $૮ મિલિયનનું હતું.
રોગચાળો સમાપ્ત થયા પછી, આ બજાર ઝડપથી વધીને લગભગ $૨૦ મિલિયન સુધી પહોંચી ગયું છે.
જો ભારતીય ફિલ્મો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવામાં આવે છે, તો અમેરિકામાં ભારતીય ફિલ્મો જોવી ઘણી મોંઘી થઈ જશે, જેનાથી ભારતીય ફિલ્મ ઉદ્યોગના વિદેશી કમાણી પર મોટો ફટકો પડશે.
ટ્રમ્પે ફિલ્મો ઉપરાંત ફર્નિચર ઉદ્યોગ અને બ્રાન્ડેડ દવાઓ પર પણ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નિર્ણય વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ભારત જેવા દેશો માટે નવા પડકારો ઊભા કરી શકે છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
