News of Tuesday, 30th September 2025
બુલિયન માર્કેટમાં આગઝરતી તેજી :એક જ દિવસમાં ચાંદી ₹7 હજાર મોંઘી: સોનું પહેલીવાર ₹1,19,500 પર પહોંચ્યું
સોમવારે સોના અને ચાંદીના બજારમાં જોરદાર ઉછાળો: સોના અને ચાંદી બંનેએ ઇતિહાસ રચ્યો: રોકાણકારો અને ગ્રાહકોમાં ખળભળાટ મચી ગયો

નવી દિલ્હી : દિલ્હી બુલિયન બજારમાં સોમવારનો દિવસ કિંમતી ધાતુઓ માટે સારો રહ્યો. સોના અને ચાંદી બંનેએ ઇતિહાસ રચ્યો. સોનું પહેલીવાર ₹1,19,500 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું, જ્યારે ચાંદી ₹1.5 લાખ પ્રતિ કિલોગ્રામને સ્પર્શી ગઈ. સતત ચોથા દિવસે, બંને ધાતુઓના ભાવમાં વધારો થયો, જેનાથી રોકાણકારો અને ગ્રાહકોમાં ખળભળાટ મચી ગયો
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું ₹1,500 વધીને ₹1,19,500 પ્રતિ 10 ગ્રામ થયું. અગાઉ, તે શનિવારે ₹1,18,000 પર બંધ થયું હતું. 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ એટલી જ વધીને ₹10 ગ્રામ થયું હતું.
ચાંદીમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો, જે ₹7,000 વધીને ₹1,50,000 પ્રતિ કિલોગ્રામ થયું હતું. પાછલા સત્રમાં ચાંદી ₹1,43,000 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. સતત ચાર દિવસના વધારાને કારણે ચાંદી તેના અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદી ચમકી રહી છે. સોનું લગભગ 2 ટકા વધીને $3,824.61 પ્રતિ ઔંસ થયું છે, જ્યારે ચાંદી 2 ટકાથી વધુ વધીને $47.18 પ્રતિ ઔંસ થઈ છે.
નિષ્ણાતો કહે છે કે દુનિયામાં હાલ અશાંતિ અને રાજકીય તણાવ છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છે. સોનું અને ચાંદીમાં ભારે માંગ વધી છે, સાથે જ અમેરિકન ડોલર નબળો પડ્યો છે. આ બંને કારણોસર સોનું-ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
