<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

હૈદરાબાદમાં મહિલાઓએ લોકનૃત્ય રજૂ કરીને બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા.

63.11 ફૂટ ઉંચી મેગા બાથુકમ્માનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ: બાથુકમ્મા ગીતો ગાતી વખતે સૌથી વધુ સંખ્યામાં મહિલાઓએ સિંક્રનાઇઝ્ડ નૃત્યો કર્યા હોવાનો બીજો રેકોર્ડ બનાવાયો

 હૈદરાબાદમાં બાથુકમ્મા ઉત્સવ દરમિયાન સરૂર મ્યુનિસિપલ સ્ટેડિયમમાં મહિલાઓએ લોકનૃત્ય રજૂ કર્યા. તેલંગાણાના સંસ્કૃતિ મંત્રી જુપલ્લી કૃષ્ણ રાવ, તેલંગાણા સરકારના મંત્રી દાનશ્રી સીથક્કા અને અન્ય લોકોએ ઉજવણીમાં હાજરી આપી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા. 63.11 ફૂટ ઉંચી મેગા બાથુકમ્માનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બાથુકમ્મા ગીતો ગાતી વખતે સૌથી વધુ સંખ્યામાં મહિલાઓએ સિંક્રનાઇઝ્ડ નૃત્યો કર્યા હોવાનો બીજો રેકોર્ડ બનાવવામાં આવ્યો.

(1:01 AM IST)