News of Tuesday, 30th September 2025
સાસણગીરના સાવજો હવે દરિયાકિનારાને પોતાનું ઘર બનાવી રહ્યા છે
વર્ષ ૨૦૧૫માં જંગલ છોડી દરિયાકિનારે વસવાટ કરતા સિંહોની સંખ્યા ૧૦ હતી જે વધીને ૧૩૪ થઈ છે સોરઠના સાવજોને પણ દરિયા કિનારો ગમી ગયો છે અનુસાર સિંહોને દરિયાઈપટ્ટા આસપાસ શિકાર તો સારો મળી જ જાય છે, પરંતુ અહીંનું વાતાવરણ પણ તેમને માફક આવી રહ્યું છે

મુંબઈ તા.૩૦: ફરવાના સ્થળ તરીકે મોટા ભાગના લોકોની પહેલી પસંદ દરિયા કિનારો હોય છે, તો મુંબઈ જેવા શહેરોમાં જો તમે સી-ફેસ એપાર્ટમેન્ટમાં રહેતા હો તો તમને કેવી મજા આવે. આ મજા સોરઠના સાવજોને પણ આવી રહી છે. સાસણગીરના સાવજો હવે દરિયાકિનારાને પોતાનું ઘર બનાવી રહ્યા છે, તેમ એક અહેવાલ જણાવે છે.
વિશ્વભરમાં પ્રસિદ્ધ એશિયાટિક સિંહ સાસણ-ગીરના જંગલોમાં જ વસાવાટ કરતા હતા, પરંતુ એક અભ્યાસ પ્રમાણે હવે તેમાંથી ઘણાએ દરિયાકિનારાના વિસ્તારોને પોતાનું નવું સરનામું બનાવી લીધું છે. વર્ષ ૨૦૧૫માં જંગલ છોડી દરિયાકિનારે વસવાટ કરતા સિંહોની સંખ્યા ૧૦ હતી, જે વધીને ૧૩૪ થઈ છે.
સૌ પ્રથમ વર્ષ ૧૯૯૫માં દરિયાકિનારે સિંહો વસવાટ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ૨૦૨૦માં થયેલી સિંહોની ગણતરી અનુસાર ૧૦૦ જેટલા સિંહ સમુદ્રીપટ્ટીમાં વસવાટ કરતા જોવા મળ્યા હતા. જે ૨૦૨૫ની ગણતરીમાં ૩૪ ટકા વધીને ૧૩૪ થયા છે. રાજ્યનમાં કુલ ૮૯૧ સિંહ હોવાનું તાજેતરની વસતિ ગણતરીમાં બહાર આવ્યું છે.
વન્યજીવન સાથે જોડાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સિંહોને દરિયાઈપટ્ટા આસપાસ શિકાર તો સારો મળી જ જાય છે, પરંતુ અહીંનું વાતાવરણ પણ તેમને માફક આવી રહ્યું છે. ઉનાળામાં આવતા ઠંડા પવનો તેમને રાહત આપે છે. આ સાથે અહીં સિંહોને ગમતા ગાંડા બાવળના ઝાડ મોટી સંખ્યામાં છે. આથી ગુજરાતના દરિયાકિનારે હજુ પણ વધારે સિંહો વસવાટ કરવા આવશે, તેમ પણ નિષ્ણાતો જણાવે છે.
તાજેતરમાં થયેલા અભ્યાસ અનુસાર ૨૫ સિંહ ગુજરાતના દક્ષિણ-પヘમિ દરિયાકિનારે, ૯૪ દક્ષિણ-પૂર્વીય ભાગોમાં અને ૧૫ ભાવનગરના દરિયાઈ વિસ્તારમાં વસવાટ કરે છે.(૩૮.૧૨)
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
