<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

તાલિબાને અફઘાનિસ્‍તાનમાં ઇન્‍ટરનેટ સંપૂર્ણપણે બંધ કરી દીધું

ઇન્‍ટરનેટ અને મોબાઇલ સેવાઓ ખોરવાઈ ગઈ : અનૈતિકતાને રોકવા અને બહારની દુનિયા સાથે સંપર્ક મર્યાદિત કરવા માટે લેવામાં નિર્ણય આવ્‍યો છે : તાલિબાન ઓગસ્‍ટ ૨૦૨૧માં સત્તા સંભાળ્‍યા પછી તાલિબાને આટલા મોટા પાયે ઇન્‍ટરનેટ શટડાઉન લાદ્યું હોય તેવું આ પહેલીવાર છે

કાબુલ, તા.૩૦: અફઘાનિસ્‍તાનમાં ઇન્‍ટરનેટ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. તાલિબાન શાસને સમગ્ર દેશમાં ઇન્‍ટરનેટ બ્‍લેકઆઉટ જાહેર કર્યું છે. તાલિબાનનું કહેવું છે કે આ નિર્ણય અનૈતિકતાને રોકવા માટે લેવામાં આવ્‍યો છે.

ઓગસ્‍ટ ૨૦૨૧ માં અફઘાનિસ્‍તાનમાં સત્તા સંભાળ્‍યા પછી તાલિબાને આટલા મોટા પાયે ઇન્‍ટરનેટ શટડાઉન લાદ્યું હોય તેવું આ પહેલી વાર છે. તાલિબાનના મતે, ઇન્‍ટરનેટ શટડાઉન અફઘાન લોકોને બહારની દુનિયા સાથે વધુ સંપર્ક સ્‍થાપિત કરવાથી અટકાવશે.

આ મહિનાની શરૂઆતમાં, તાલિબાને ઘણા રાજ્‍યોમાં ફાઇબર-ઓપ્‍ટિક ઇન્‍ટરનેટ કનેક્‍શન બંધ કરી દીધા હતા. તાલિબાન નેતા હિબતુલ્લાહ અખુંદઝાદાએ અનૈતિકતાને રોકવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને ઇન્‍ટરનેટ પર પ્રતિબંધ મૂકવાની નોટિસ જારી કરી છે.

તાલિબાનના મતે આનાથી બહારની દુનિયા સાથે વાતચીત કરવાની જનતાની ક્ષમતા નોંધપાત્ર રીતે મર્યાદિત થઈ જશે.

તાલિબાન સરકાર પોતે સંદેશાવ્‍યવહાર માટે મેસેજિંગ એપ્‍સ અને સોશિયલ મીડિયા પર આધાર રાખે છે. સરકારે ઇન્‍ટરનેટ બ્‍લેકઆઉટની ઔપચારિક પુષ્ટિ કરી નથી. અફઘાન ન્‍યૂઝ ચેનલોએ ઇન્‍ટરનેટ બંધ હોવાનો દાવો કર્યો છે. સોમવારથી અફઘાનિસ્‍તાનમાં આ નિયમો અમલમાં છે.

(11:30 AM IST)