<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

પૂર્વ જાવામાં મોતનો મલબો! ઇસ્લામિક શાળાની ઇમારત ધરાશાયી, 102 લોકોનો આબાદ બચાવ, પણ 38 માસૂમ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાયેલા હોવાની ભીતિ!

સ્કૂલની બહાર વિદ્યાર્થીઓના પરિવારજનોની ભીડ, જેઓ પોતાના સ્વજનોની એક ઝલક મેળવવા માટે દર્દનાક પ્રતીક્ષા કરી રહ્યા છે. સમગ્ર પૂર્વ જાવા શોકમાં ડૂબી ગયું છે.

સિદોરજો:  ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતમાં આવેલી અલ ખોઝિની (Al Khoziny) ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલમાં સોમવારે બપોરની પ્રાર્થના સમયે અચાનક આવેલી આફતને કારણે ચકચાર મચી ગઈ છે. એક નિર્માણાધીન ઇમારતનો મોટો ભાગ અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ ગઈ હતી.

બિલ્ડિંગના નબળા પાયા ચોથા માળનું વજન સહન ન કરી શકતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. આ હૃદયદ્રાવક ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 102 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 80 ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જોકે, સૌથી દુઃખદ બાબત એ છે કે હજી પણ 38 જેટલા વિદ્યાર્થીઓ અને કામદારો કાટમાળ નીચે ફસાયેલા હોવાની ભીતિ સેવાઇ રહી છે.

બચાવકર્મીઓ બુલડોઝર સહિતના ભારે સાધનોનો ઉપયોગ કરીને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચલાવી રહ્યા છે. જ્યાં સુધી કાટમાળમાંથી દરેક વ્યક્તિને બહાર કાઢવામાં નહિ આવે ત્યાં સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહેશે. સ્કૂલની બહાર વિદ્યાર્થીઓના પરિવારજનોની ભીડ જામી છે, જેઓ પોતાના સ્વજનોની એક ઝલક મેળવવા માટે દર્દનાક પ્રતીક્ષા કરી રહ્યા છે. સમગ્ર પૂર્વ જાવા શોકમાં ડૂબી ગયું છે.

 

(9:17 PM IST)