<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ભારતના ઇતિહાસના સૌથી મોટા દાનવીર! 67,700 એકર ભૂમિનું દાન કરનાર રાંચીના 'રાતું મહારાજ', જેના ડરથી બ્રિટિશ અધિકારીઓ હથિયાર છોડી દેતા!

અંગ્રેજો પણ જેનાથી ધ્રૂજતા!: ઝારખંડના રઈસની એવી ગાથા, જેનો કોઈ જોટો નથી!: તેમના વંશજોના જણાવ્યા અનુસાર, ઇતિહાસમાં આટલું મોટું અને ઉદાર દાન કોઈએ નથી કર્યું

રાંચી:  ઝારખંડની રાજધાની રાંચીના ઇતિહાસમાં એક એવા રઈસની ગાથા નોંધાયેલી છે, જેમણે માત્ર પોતાની સંપત્તિ માટે જ નહીં, પણ પોતાની દબંગ શખ્સિયત અને અજોડ દાનવીરતા માટે સમગ્ર દેશમાં નામ કમાવ્યું હતું. આ નામ છે રાંચીના રાતું મહારાજ ઉદયનાથ શાહદેવનું.

રાતું મહારાજે દાનવીરતાની એવી મિસાલ કાયમ કરી છે, જે ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. તેઓ વિનોબા ભાવે દ્વારા શરૂ કરાયેલા ભૂદાન આંદોલનના સૌથી મોટા દાતા હતા.

67,700 એકર જમીનનું મહાદાન!
મહારાજ ઉદયનાથ શાહદેવની ઉદારતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના 67,700 એકર વિશાળ ભૂમિનું દાન કરી દીધું હતું! તેમના વંશજોના જણાવ્યા અનુસાર, ઇતિહાસમાં આટલું મોટું અને ઉદાર દાન કોઈએ નથી કર્યું.

આ દાનનું મહત્ત્વ એટલું છે કે આજે રાંચી શહેરનો લગભગ 60% વિસ્તાર – જેમાં અનેક મોટા ક્લબ્સ અને મોલનો સમાવેશ થાય છે – તે મહારાજ દ્વારા દાન કરાયેલી જમીન પર જ ઊભો છે.

અંગ્રેજો પણ જેનાથી ધ્રૂજતા!
મહારાજ ઉદયનાથ શાહદેવની શખ્સિયત એટલી દબંગ હતી કે તેનાથી અંગ્રેજ અધિકારીઓના પણ પરસેવા છૂટી જતા હતા. તેમના મહેલમાં કોઈ પણ અંગ્રેજ અધિકારી તેમને મળવા આવતો, તો તે પોતાના હથિયાર અને બંદૂક બહાર છોડી દેતો હતો. તેમની ગરિમા એટલી હતી કે તેમની સામે હથિયાર લાવવાની કોઈની હિંમત નહોતી થતી.

અંગ્રેજ અધિકારીઓ વચ્ચેના મોટા વિવાદોનું સમાધાન કરવા પણ મહારાજના દરબારમાં આવવું પડતું અને મહારાજ જે નિર્ણય લેતા, તે જ અંતિમ અને સર્વમાન્ય ગણાતો હતો.

રાંચીમાં આવેલો રાતું પેલેસ, જેનું નિર્માણ મહારાજે કરાવ્યું હતું, તેમાં 400 થી વધુ ભવ્ય ઓરડાઓ છે અને તે આજે પણ સમગ્ર ઝારખંડનો સૌથી મોટો મહેલ ગણાય છે. આ મહારાજની દાનશીલતા અને શાસનકાળની ધાક આજે પણ રાંચીના ઇતિહાસમાં જીવંત છે.

 

(9:20 PM IST)