તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Wednesday, 1st October 2025
મહિલાઓ વિરુદ્ધ ગુનામાં દિલ્હી અને સાયબર ક્રાઇમમાં કર્ણાટક મોખરે
ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવીઃ મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં વધારો

નવી દિલ્હી તા.૧: ગુનાખોરી એ એક એવી બાબત છે, જેને અટકાવવાના પ્રયાસો કરતા છતાં તે સંપૂર્ણપણે અટકતી નથી. ભારત સરકારના નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા દર વર્ષે રાજ્ય પ્રમાણે ગુનાખોરીના આંકડાઓ જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં ફઘ્ય્ગ્ દ્વારા જાહેર કરાયેલા ૨૦૨૩ના ગુનાખોરીના આંકડાઓમાં ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે.
NCRBનો દ્વારા રજૂ કરવામાં આવતો અહેવાર કયા ક્ષેત્રોમાં કયા પ્રકારના ગુનાઓ વધ્યા છે અને ક્યાં સુધારો થયો છે તેની માહિતી આપીને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિનો તાગ આપે છે. જોકે, ૨૦૨૩ના રિપોર્ટમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ તથા સાયબર અને આર્થિક ગુનાઓમાં ઝડપી વધારો થયાની વાત સામે આવી છે.
દિલ્હીમાં એકવાર મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે દેશના તમામ મુખ્ય શહેરોમાં પ્રથમ ક્રમે આવ્યું છે. ૨૦૨૩માં દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાના ૧૩,૩૬૬ કેસ નોંધાયા હતા, જ્યારે મુંબઈમાં ૬,૦૨૫ અને બેંગલુરુમાં ૪,૮૭૦ કેસ નોંધાયા છે. જોકે, NCRBના ૨૦૨૨ના રિપોર્ટની સરખામણીમાં આ કેસમાં ૫.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૨માં આ આંકડો ૧૪,૨૪૭નો હતો. આ ગંભીર ગુનાઓમાં બળાત્કાર, છેડતી, ઘરેલુ હિંસા અને દહેજ મૃત્યુ જેવા કેસોનો સમાવેશ થાય છે. એકંદર ગુનાઓની દ્રષ્ટિએ પણ દિલ્હીએ ઘણા રાજ્યો અને શહેરોને પાછળ છોડી દીધા છે.
હત્યા, ચોરી તથા મહિલા અને બાળકો વિરૂદ્ધ થતા અત્યાચાર સિવાય આજના સમયમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ વધ્યું છે. ફઘ્ય્ગ્ના ૨૦૨૩ના રિપોર્ટ અનુસાર સમગ્ર ભારતમાં સાયબર ક્રાઇમમાં ૩૧.૨ ટકાનો મોટો વધારો નોંધાયો છે. ૨૦૨૨માં સાયબર ક્રાઇમના ૬૫,૮૯૩ કેસ નોંધાયા હતા. જ્યારે ૨૦૨૩માં આ કેસનો આંકડો વધીને ૮૬,૪૨૦ પર પહોંચ્યો છે. જે પૈકી ૨૧,૮૮૯ કેસ સાથે કર્ણાટક રાજ્ય સાયબર ક્રાઇમમાં પ્રથમ ક્રમે છે. કર્ણાટક બાદ તેલંગણામાં ૧૮, ૨૩૬ અને ઉત્તર પ્રદેશમાં ૧૦, ૭૯૪ કેસ નોંધાયા છે. આ કેસોમાં ૬૯ ટકાથી વધારે કેસ ફ્રોડને લગતા છે.
ઉલ્લેખનીય છે કે, NCRBના ૨૦૨૩ના રિપોર્ટ અનુસાર ૨,૦૪,૯૭૩ આર્થિક ગુનાઓ નોંધાયા હતા. ૨૦૨૨માં નોંધાયેલા આર્થિક ગુનાઓની સરખામણીએ તેમાં ૬ ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે દેશમાં આર્થિક અને ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
