News of Wednesday, 1st October 2025
૩૬ વર્ષની ઉંમરમાં લોકો સૌથી વધારે ખુશ હોય છે
બાળકો અને જુવાનિયા તો સાઈડમાં રહ્યાઃ રિસર્ચમાં જે પરિણામ સામે આવ્યું તે જાણીને તમે નવાઈ પામી જશો ૨૦ની ઉંમર બાદ કરિયર, સ્ટ્રગલ અને રિલેશનશીપ અનિヘતિ હોય છે જેના કારણે સ્ટ્રેસ વધી જાય છે. જોકે ૩૦ પછી દરેક વસ્તુ સેટ થઈ જતી હોય છે

નવી દિલ્હીઃ જિંદગીમાં બાળપણના સમયને સૌથી સારો સમય માનવામાં આવે છે. આ સમયમાં માણસને કોઈ પ્રકારનું ટેન્શન કે જવાબદારી નથી હોતું. જોકે હાલ એક એવું રિસર્ચ સામે આવ્યું છે જેના વિશે જાણીને તમે નવાઈ પામી જશો. અમેરિકામાં વૈજ્ઞાનિકોએ આ મામલે રિસર્ચ કર્યું. જેમાં જિંદગીમાં સૌથી વધારે ખુશ કઈ ઉંમરના લોકો હોય છે તેને લઈને આ રિસર્ચ હતું. આ રિસર્ચમાં લોકોનો જે જવાબ સામે આપ્યો તેને લઈને તમે નવાઈ પામી જશો. બાળપણની ન તો ૯ વર્ષ સુધીની ઉંમર કે ન તો ૨૦-૨૩ વચ્ચેની કોલેજ લાઈફ઼ પરંતુ રિસર્ચમાં સામે આવ્યું કે સૌથી વધારે ખુશ ૩૬ વર્ષની ઉંમરના લોકો છે.
વેસ્ટર્ન કલ્ચર કે જ્યાં યુથ સૌથી વધારે મોજમાં રહેતું હોય છે ત્યાં લોકો સ્તબ્ધ છે. રિસર્ચર્સે આ ઉંમરને સમજવા માટે ૩૦થી ૪૫ વર્ષના અંતરને એસ્ટેબ્લિશ્ડ એડલ્ટહુડ નામ આપ્યું છે. ૧૦૦થી વધારે લોકો અને ૬૦૦ કરતા વધારે સર્વે ડેટાથી સાબિત થયું કે આ જિંદગીનો પીક ટાઈમ છે. જેમાં ટેન્શનને સરળતાથી ભગાડી શકાય છે.
આ રિસર્ચને લઈને સ્ટડી એપ્રિલ ૨૦૨૧માં શરૂ થઈ. જોકે ૨૦૨૫ સુધીમાં રિઝલ્ટ વધારે મજબૂત બનતા ગયા. એક પોલમાં ૨૦૦ અમેરિકી લોકોને પૂછવામાં આવ્યું કે જીવનમાં સૌથી સારો સમય કયો. ત્યારે મોટા ભાગના લોકોએ ૩૬ વર્ષની ઉંમર પસંદ કરી. ન તો બાળપણ કે ન જુવાનીની આઝાદી પણ મિડ ૩૦ની સ્થિરતા લોકોની પહેલી પસંદ હતી. રિસર્ચર્સનું માનવું છે કે ૨૦ની ઉંમર બાદ કરિયર, સ્ટ્રગલ અને રિલેશનશીપ અનિヘતિ હોય છે જેના કારણે સ્ટ્રેસ વધી જાય છે. જોકે ૩૦ પછી દરેક વસ્તુ સેટ થઈ જતી હોય છે.
૩૦ પછીની ઉંમરમાં નોકરી અને પરિવાર સેટ થઈ જતું હોય છે. મિત્રતા પહેલા કરતા વધારે મજબૂત બને છે. એક ઇન્ટરવ્યુમાં ૩૮ વર્ષની જેનિફરે કહ્યું કે ૨૦ની ઉંમરમાં પાર્ટી અને એક્સાઈટમેન્ટ હતું જોકે ઊંઘ નહોતી આવતી અને ચિંતા થતી રહેતી હતી. જોકે ૩૬ની ઉંમર હલે યોગ્ય લાગે છે.
૩૬ની ઉંમરમાં ચેલેન્જ પણ ઘણા બધા છે. જેમકે બાળકોની જવાબદારી કરિયરનું પ્રેશર. જોકે ઓવરઓલ ખુશી તો ગ્રાફ ઉપર રહે છે. એસ્ટેબ્લિશ્ડ એડલ્ટહુડ ટર્મને રિસર્ચર્સે એટલા માટે બનાવ્યું કારણ કે આ એક ટ્રાન્ઝિશન પીરિયડ છે. ૨૦ વર્ષની ઉંમર એડલ્ટહુડની શરૂઆત હોય છે. ૫૦ની ઉંમરમાં મિડલાઈફ ક્રાઈસિસ હોય છે. જોકે ૩૦ થી ૪૫ સુધીમાં બધું સેટલ થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે સર્વેમાં ૭૦ ટકા લોકોએ જણાવ્યું કે સ્ટ્રેસ લેવલ આ ઉંમરમાં ઓછો થઈ જાય છે. જ્યારે ૬૫ ટકા લોકોએ આ ઉંમરમાં મેન્ટલ ક્લેરિટીની વાત કરી. કારણકે આ ઉંમરમાં નિર્ણય લેવાની શક્તિ સારી બને છે. એક રિપોર્ટ પ્રમાણે ૩૬ની ઉંમરમાં લોકો ૭.૫/૧૦ જેટલો હેપ્પીનેસ સ્કોર આપે છે. જ્યારે ૨૩ની ઉંમરમાં આ સ્કોર ૬.૨ની આસપાસ છે
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
