News of Wednesday, 1st October 2025
ચેન્નઈમાં વધુ એક દુર્ઘટનાઃ ૩૦ ફૂટ ઊંચેથી મજૂરો પર તૂટી પડી કમાન, ૯ લોકોના મોત
ઉત્તર ચેન્નઈ થર્મલ પાવર સ્ટેશન (એનોર)ના નિર્માણ સ્થળ પર મંગળવારે મોટી દુર્ઘટના

ચેન્નઈ તા.૧: ઉત્તર ચેન્નઈ થર્મલ પાવર સ્ટેશન (એનોર)ના નિર્માણ સ્થળ પર મંગળવારે મોટી દુર્ઘટના બની છે. અહીં નિર્માણાધીન કમાન ધરાશાયી થતાં ૯ મજૂરોના મોત થયા છે. જ્યારે ૧૦ મજૂર ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યાં છે.
પ્રાથમિક જાણકારી અનુસાર આશરે ૩૦ ફૂટ ઊંચાઈએથી કમાન પ્રવાસીઓ અને મજૂરો પર તૂટી પડી હતી. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાથી ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ઘણા મજૂરો કાટમાળમાં દબાઈ ગયા, જેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા છે.
સૂત્રો અનુસાર એક મજૂરની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે દસથી વધુ મજૂરોને ગંભીર ઈજાઓ થઈ છે. તમામ ઘાયલોને તાત્કાલિક નોર્થ ચેન્નઈની સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે.
અવાડી પોલીસનું કહેવું છે કે, કમાન કેવી રીતે ધરાશાયી થઈ તેનું સાચું કારણ હજુ જાણવા મળ્યું નથી. રેસ્ક્યુ કામગીરી શરૂ છે અને ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં એક અન્ય ઘટનામાં મદુરાઈના મટ્ટુથવાની બસ સ્ટેશન પર સ્થિતિ પ્રતિષ્ઠિત કમાન પડવાથી એક અર્થમૂવર ઓપરેટરનું મોત થયું હતુ અને કોન્ટ્રાક્ટર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ કમાન ૧૯૮૧માં એમજી રામચંદ્રનના શાસનકાળમાં પાંચમા વિશ્વ તમિલ સમ્મેલનના ઉપલક્ષ્યમાં બનાવવામાં આવી હતી અને માર્ગ નિર્માણમાં અવરોધરૂપ હતી. જેથી તેને તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું, એક સ્થંભ પડવાથી ચાલક દબાઈ ગયો હતો.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
