News of Wednesday, 1st October 2025
ભારત-યુરોપ વેપાર કરાર આજથી અમલમાં : કઈ વસ્તુઓ સસ્તી થશે?
૨૦૨૪-૨૫ માં, EFTA ને ભારતની નિકાસ $1.97 બિલિયન અને આયાત $22.44 બિલિયન હતી : કુલ દ્વિપક્ષીય વેપાર $24.41 બિલિયન સુધી પહોંચ્યો, પરંતુ ભારતની વેપાર ખાધ $20.47 બિલિયન રહી

નવી દિલ્હી, તા.૧: ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચે મુક્ત વેપાર કરાર (TEPA) બુધવારથી અમલમાં આવ્યો. તે આગામી ૧૫ વર્ષમાં ભારતમાં $૧૦૦ બિલિયન વિદેશી સીધા રોકાણ (FDI)નું વચન આપે છે. આ કરાર ૧૦ માર્ચ, ૨૦૨૪ ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. EFTA માં સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેંસ્ટાઇનનો સમાવેશ થાય છે.
આ ૧૪-પ્રકરણ કરારમાં ટેરિફ ઘટાડા, સેવા ક્ષેત્રમાં ઉદારીકરણ, બૌદ્ધિક સંપદા અધિકારો અને ટકાઉ વિકાસ જેવા પાસાઓ આવરી લેવામાં આવ્યા છે. EFTA એ ૯૨.૨% ટેરિફ લાઇન ખોલી છે, જે ભારતની ૯૯.૬% નિકાસને આવરી લે છે. ભારતે ૮૨.૭% ટેરિફ લાઇન ઉદાર બનાવી છે, જે EFTA ની નિકાસના ૯૫.૩% ભાગને આવરી લે છે. ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો, ડેરી, સોયા, કોલસો અને વ્યાપક કળષિ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
ભારતીય નિકાસકારોને પ્રોસેસ્ડ ફૂડ, ચોખા, ગુવાર ગમ, કઠોળ, દરિયાઈ ઉત્પાદનો, કાપડ, એન્જિનિયરિંગ માલ, રસાયણો અને મશીનરીમાં તકો મળશે. ઇલેક્ટ્રોનિક્સ અને ઉચ્ચ-મૂલ્યના એન્જિનિયરિંગ ક્ષેત્રોને પણ ફાયદો થશે. સ્થાનિક ગ્રાહકોને હવે સ્વિસ ઘડિયાળો, ચોકલેટ, બિસ્કિટ અને ઘડિયાળો જેવા ઉચ્ચ-ગુણવત્તાવાળા માલ સસ્તા મળશે, કારણ કે આગામી ૧૦ વર્ષમાં આ વસ્તુઓ પરની આયાત જકાત ધીમે ધીમે દૂર કરવામાં આવશે.
રોકાણ અને રોજગાર
EFTA એ પહેલા ૧૦ વર્ષમાં ૫૦ અબજ ડોલર અને આગામી પાંચ વર્ષમાં ૫૦ અબજ ડોલરનું રોકાણ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આનાથી ભારતમાં ૧૦ લાખ સીધી નોકરીઓનું સર્જન થવાની ધારણા છે.
સેવાઓમાં સહયોગઃ ભારતે ૧૦૫ ક્ષેત્રો ખોલ્યા છે, જ્યારે EFTA દેશોએ ૧૦૭ થી ૧૨૮ ક્ષેત્રોમાં પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ કરાર ર્નસિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અને આર્કિટેક્ચર જેવા વ્યાવસાયિક ક્ષેત્રોમાં પરસ્પર ઓળખ કરાર (MRA) ને સક્ષમ બનાવશે. IT, વ્યવસાયિક સેવાઓ, શિક્ષણ, સાંસ્કળતિક અને ઑડિઓ-વિઝ્યુઅલ સેવાઓમાં નવી તકો ખુલશે.
૨૦૨૪-૨૫માં EFTA ને ભારતની નિકાસ $૧.૯૭ બિલિયન અને આયાત ઼૨૨.૪૪ બિલિયન હતી. કુલ દ્વિપક્ષીય વેપાર $૨૪.૪૧ બિલિયન સુધી પહોંચ્યો, પરંતુ ભારતની વેપાર ખાધ $૨૦.૪૭ બિલિયન રહી. EFTA માં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર સ્વિટ્ઝર્લૅન્ડ છે, જ્યાં તેની આયાતનો મોટો હિસ્સો સોનાનો છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
