News of Wednesday, 1st October 2025
વિમાનમાં ભારે હોબાળો મચાવનાર મહિલાને ક્રૂએ સીટ સાથે બાંધી દીધી
અમેરિકાની સ્થાનિક એરલાઈન્સમાં બનેલી ઘટનાનો વીડિયો વાયરલ તોફાને ચડેલી મહિલાએ ક્રૂને ગાળો આપી તેમજ પોતે બાળપણમાં પિતાની હત્યાનો પ્રયાસ કર્યાનો દાવો કર્યો

નવી દિલ્હી, તા.૧: ૧૬ સપ્ટેમ્બરના રોજ ઉત્તર કેરોલિનાના શાર્લોટથી લાસ વેગાસ જતી એક ફલાઇટમાં અંધાધૂંધી સર્જાઈ ગઈ હતી જ્યારે કેટી જે. ડિલોન તરીકે ઓળખાતી એક ૪૭ વર્ષની મહિલા મુસાફરને ફલાઈટ એટેન્ડન્ટ પર હુમલો કરવા અને ક્રૂ સભ્યોને ધમકાવવાના આરોપસર ડક્ટ ટેપ અને ઝિપ ટાઈથી સીટ સાથે બાંધી દેવામાં આવી હતી. આ ઘટના ડોમિનિકન રિપબ્લિકથી પરત ફરતી વખતે બની હતી. અન્ય પ્રવાસીઓએ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તે વાયરલ થઈ ગયો
એરલાઈન્સે આપેલી જાણકારી અનુસાર ડિલોન અચાનક કેબિનમાં અહીંતહીં ફરવા લાગી અને ચીસો પાડી રહી હતી તેમજ તેણે અનેક અટેન્ડન્ટને ગાળો પણ આપી. જ્યારે તેને કાબૂમાં ટ્ટ કરવાનો પ્રયાસ કરાયો ત્યારે તેણે એક મહિલા અટેન્ડન્ટને લાતો મારી જેનાથી તે ઘાયલ થઈ ગઈ. પ્રવાસીઓ તેમજ કેબિન ક્રૂ આ નાટ્યાત્મક ઘટનાના સાક્ષી હતા જેનો એક હિસ્સો ત્યાર પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.
ફૂટેજમાં ડિલોન અટેન્ડન્ટ તેમજ તેના સહયાત્રીઓને ગાળો આપતી દેખાઈ રહી છે અને તે વારંવાર તમે બધી મરી જાવ જેવી ગાળો આપતી જણાય છે. તેનો વ્યવહાર વધુ ખરાબ થયો જ્યારે તેણે પરેશાન કરનારો દાવો કર્યો કે તેણે ગણરાજ્યમાં થાય છે, પણ અમેરિકામાં બાળપણમાં પોતાના પિતાને ટ્રેસ પાસિટોસ, નામનું ઝેર આપવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝેર એક શક્તિશાળી કીટનાશક છે જેનો ઉપયોગ સામાન્યપણે ડોમિનિક તેના પર પ્રતિબંધ છે.
મહિલાએ જણાવ્યું કે તેનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો અને તેના પિતા બસ ઊંઘી ગયા. ત્યાર પછી તેણે સહપ્રવાસીઓને આ ઝેરનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે વિચિત્ર સલાહ આપી. ડિલોને પોતાનો અનિયંત્રિત વ્યવહાર ચાલુ રાખ્યો અને સાથે ટ્રેસ પાસિટોસ નામના એક સ્પેનિશ ગીતનું કોરસ પણ ગાયું. મહિલાના આ અશાંત વ્યવહારે તમામ યાત્રીઓને પરેશાન કરી દીધા અને તણાવ ત્યારે વધી ગયો જ્યારે ડિલોને વિચિત્ર વાતો કરતા અચાનક જાહેરાત કરી કે શો સમાપ્ત થઈ ગયો. તેને નિયંત્રિત કરવામાં આવી રહી હોવા છતાં વિમાન લાસ વેગાસ પહોંચે ત્યાં સુધી તેણે પોતાની વિચિત્ર વર્તણૂંક ચાલુ રાખી.
સુરક્ષા એજન્સીઓએ આ ઘટના સંબંધિત ડિલોન પર અનેક આરોપ લગાવ્યા છે. અધિકારીઓએ પુષ્ટી કરી કે યાત્રીઓ તેમજ કેબિન ક્રૂને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સમગ્ર ઘટનાની તપાસ જારી છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
