<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરના ભારતીય મંદિરમાં નવરાત્રી નિમિત્તે રાસ -ગરબા યોજાયા

ગુજરાતી ગ્રૃપ આયોજીત કાર્યક્રમમાં જનમેદની ઉમટી

ધોરાજી, તા.૧: ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરમાં આવેલ બાલ મોરા વિસ્‍તારમાં આવેલ ભારતીય મંદિર ખાતે  અમે ગુજરાતી સંસ્‍થા દ્વારા નવરાત્રી નિમિત્તે ભારતીય સમુદાયના લોકો દ્વારા રાસ ગરબા યોજાયા હતા આતકે વિસાળ સંખ્‍યામાં ભાવિકો હાજર રહી માતાજીનાં દર્શનનો લાભ લીધો હતો અને તમામ લોકો પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબા લીધાં હતાં આતકે બહોળી સંખ્‍યામાં ભાવિકો હાજર રહી પુજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી અને મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ હતું આતકે બેસ્‍ટ પરફોર્મન્‍સ કરનાર ખેલૈયાઓ ને ભારતીય મંદિર ના પુજારી ઉપેન્‍દ્રભાઈ પંડિતજી અને અમે ગુજરાતી ગુપના પ્રમુખ વિનયભાઈ મહેતા અને અગ્રણીઓનાં હસ્‍તે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં આ ક્રાર્યકમને સફળ બનાવવા માટે અમે ગુજરાતી સંસ્‍થાના વિનય મહેતા મંદિરનાં ટ્રસ્‍ટી રોસનભાઇ નાદોણીયા, અને સેવા ભાવિ યુવાનો એ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયાઃ ધોરાજી)

(10:49 AM IST)