<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

રક્ષામંત્રી રાજનાથસિંહ પહોંચ્યા કચ્છ: ભુજ એરપોર્ટ ઉપર સ્વાગત: બે દિ’નું રોકાણ

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મોડી સાંજે વાયુસેનાના ખાસ લશ્કરી વિમાનમાં ભુજ પહોંચતા જિલ્લા વહીવટીતંત્ર સાથે ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ ઉમળકાભેર આવકાર્યા:સરહદે સેનાની સયુંક્ત લશ્કરી કવાયત અને દશેરાના શસ્ત્ર પૂજનમાં ઉપસ્થિત રહેશે

ભુજ : રક્ષામંત્રી રાજનાથસિંહ પહોંચ્યા કચ્છ: ભુજ એરપોર્ટ ઉપર સ્વાગત, બે દિ’નું રોકાણ: દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે મોડી સાંજે વાયુસેનાના ખાસ લશ્કરી વિમાનમાં ભુજ આવી પહોંચ્યા હતા. અહીં જિલ્લા વહીવટીતંત્ર સાથે ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ એમને ઉમળકાભેર આવકાર્યા હતા. આવતીકાલે સરહદે સેનાની સયુંક્ત લશ્કરી કવાયત અને દશેરાના શસ્ત્ર પૂજનમાં ઉપસ્થિત રહેશે. (વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(9:31 PM IST)