<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

સીજેઆઈ બી. આર. ગવઈના માતા ડૉ. કમલ ગવઈએ અમરાવતીમાં આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપવાન હોવાનો ઇનકાર કર્યો

તેમણે સ્પષ્ટ કર્યું કે જો તેઓ મંચ પર ગયા હોત, તો ત્યાંથી પણ આંબેડકરવાદી વિચારધારા રજૂ કરી હોત, પરંતુ વિવાદને કારણે તેમણે ન જવાનો નિર્ણય લીધો છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) બી. આર. ગવઈના માતા ડૉ. કમલ ગવઈએ અમરાવતીમાં ૫ ઓક્ટોબરના રોજ યોજાનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે.

એક ખુલ્લા પત્રમાં, ૮૪ વર્ષીય કમલ ગવઈએ સ્પષ્ટતા કરી કે તેઓ અને તેમના દિવંગત પતિ; ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા અને વિપશ્યના ચળવળને સમર્પિત રહ્યા છે.
તેમણે તેમના અને તેમના દિવંગત પતિ વિરુદ્ધ કરાયેલી ખોટી ટિપ્પણીઓ પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે એક કાર્યક્રમને કારણે તેમના પર ખોટા આરોપો
લગાવવામાં આવ્યા અને બદનામ કરવાનો પ્રયાસ થયો. તેમણે સ્પષ્ટ કર્યું કે જો તેઓ મંચ પર ગયા હોત, તો ત્યાંથી પણ આંબેડકરવાદી વિચારધારા રજૂ કરી હોત, પરંતુ વિવાદને કારણે તેમણે ન જવાનો નિર્ણય લીધો છે.

 

(12:41 AM IST)