<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

ભારત-ઉઝબેકિસ્તાને આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક યોજી: પહેલગામ આતંકી હુમલાની નિંદા

માહિતીની વહેંચણી, ક્ષમતા નિર્માણ અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાનપ્રદાન દ્વારા આતંકવાદ વિરોધી ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવાના પગલાં પર પણ ચર્ચા કરી

ભારત અને ઉઝબેકિસ્તાને આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની નવમી બેઠક તાશકંદ ખાતે યોજી હતી. આ બેઠકમાં બંને દેશોએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૦૫ ના રોજ નિર્દોષ નાગરિકો પર થયેલા ઘૃણાસ્પદ
આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી.
બંને પક્ષોએ ઉગ્રવાદ અને કટ્ટરપંથનો સામનો કરવા, આતંકવાદના ધિરાણનો મુકાબલો કરવા, આતંકવાદી હેતુઓ માટે ટેક્નોલોજીના ઉપયોગને અટકાવવા, સંગઠિત અપરાધ અને આતંકવાદ વચ્ચેના જોડાણ અને આતંકવાદીઓની વૈશ્વિક હિલચાલ સહિતના આતંકવાદના વર્તમાન અને ઉભરતા પડકારો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
  માહિતીની વહેંચણી, ક્ષમતા નિર્માણ અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાનપ્રદાન દ્વારા આતંકવાદ વિરોધી ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવાના પગલાં પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

(12:54 AM IST)