<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

સંયુક્ત સંપત્તિ પર પતિ એકમાત્ર માલિકીનો દાવો કરી શકતો નથી, ભલે તેણે ઇએમઆઇ (હપ્તા) ચૂકવ્યા હોય: દિલ્હી હાઈકોર્ટ

કોર્ટે જણાવ્યું હતું કે એકવાર સંપત્તિ સંયુક્ત નામે થઈ જાય, પછી પતિ એકમાત્ર માલિકીનો દાવો કરી શકે નહીં.

દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું છે કે જો કોઈ સંપત્તિ પતિ-પત્નીના સંયુક્ત નામે ખરીદવામાં આવી હોય અને રજિસ્ટર થઈ હોય, તો માત્ર પતિએ જ તેની માસિક હપ્તા (ઇએમઆઇ) ચૂકવ્યા હોય, તેના આધારે તે
સંપત્તિ પર એકમાત્ર માલિકી (એક્સક્લુઝિવ ઓનરશીપ)નો દાવો કરી શકતો નથી.
કોર્ટે જણાવ્યું હતું કે એકવાર સંપત્તિ સંયુક્ત નામે થઈ જાય, પછી પતિ એકમાત્ર માલિકીનો દાવો કરી શકે નહીં. હાઈકોર્ટે જણાવ્યું કે પતિનો આ દાવો બેનામી સંપત્તિ વ્યવહાર પ્રતિબંધ કાયદા (પ્રોહીબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્સેક્શન એક્ટ) કલમ ૪ નું ઉલ્લંઘન કરશે, જે મુજબ કોઈ પણ વ્યક્તિ, જે સંપત્તિના સાચા માલિક હોવાનો દાવો કરે છે, તે અન્ય વ્યક્તિના નામે નોંધાયેલી સંપત્તિ પર અધિકાર લાગુ કરવા માટે દાવો કે કાર્યવાહી કરી શકતો નથી.
આ નિર્ણય ૨૨ સપ્ટેમ્બરના રોજ આપવામાં આવ્યો હતો.

 

(12:55 AM IST)